SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાની શિષ્યોને જ્ઞાની બનાવે, સકળ સંઘ આધાર; સર્વ સમય જે રહે સાવધાન, અજ્ઞાન તમ હરનાર રે. ૫ સ્યાદ્વાદ સમજાવે જગમાં, ટાળે એકાંત મિથ્યાત; બહુ જનને જિન ધર્મ પમાડે, ભવ ત્રીજે ભવ ઘાતરે. શ્રી. ૬ દેદીપ્યમાન કરે જિનશાસન, યુવરાજ વિઝઝાય; ગણ શુભ વર્તન ચિંતન તત્પર, સેવતાં પાપ પલાય રે. શ્રી. ૭ સિધ્ધચક્ર પદ ચોથે ધ્યાવું, ઉપકારી ઉવજઝાય;. ગૌતમ નીતિ ગુણ કહે નમતાં, ભવભ્રમણાં દુઃખ જાય રે. શ્રી.. (૮૦) સાધુ પદ સ્તવન ગાઇ છે મુનિવર તપસી શમ ભંડાર, પ્રણમું ભાવ વધારી; - નિર્મળ સમતા ગુણ આધાર, સેવું મહાવ્રતધારી. ઈરિયા સમિતિને જે નિત્ય પાળે, ભાષાના દોષોને નિતનિત ટાળે; | આહાર બેંતાલીશ દોષ દે વાર, રહે અતિચાર નિવારી...યુનિ. ૧ આદાન નિક્ષેપ જયણાથી કરતા, નિર્જીવ ભૂમિમાં વસ્તુ પરઠવતા; મન વચ કાયા ત્રિગુમિ ધાર, નિત્ય ત્રણ દંડને વારી...મુનિ. ૨ સંયમ સત્તર પ્રભેદે આરાધ, દશવિધ યતિ ધર્મે શિવ સાધે; નવવિધ બ્રહ્મગુપ્તિ આધાર, જગજથી કામને વારી. મુનિ. ૩ ઝધ્ધિ રસ શાતા ગારવ વારતા, માયા નિયાણાદિ શલ્યોને ટાળતા; | સ્ત્રી ભક્ત દેશ રાજ કથા નિવારે, પ્રણમું જગ ઉપકારી.... મુનિ. ૪ સુદેવ ગુરુની આજ્ઞામાં રહેતા, નિરંતર શાસ્ત્રાધ્યયન કરતા; આત્મરણતામાં રહેનાર, પુદ્ગલ ભાવ નિવારી. મુનિ. ૫ આણસણાદિ તપ બાહ્ય આચરતા, પ્રાયશ્ચિત્તાદિ અંતરતપ કરતા, અષ્ટ કરમના ચૂરણહાર, સહ ઉપસર્ગ અવિકારી. મુનિ. ૬ ૨૩૬
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy