SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ પરમેષ્ઠી સાથે પ્રીતિને બાંધો, તૂટેલા તારોને ધ્યાનથી સાંધો; હો...હો.. હવે થાયે ઉરમાં નવો રણકાર ... નવકાર. ૨. તમને રંગો નવકાર રંગે, હૈયું છલકાશે નવા ઉમંગે; હો...હો.. આવી આરાધનાની બહાર... નવકાર. ૩ 'અંતરની આંખો પૂરી ઉઘાડો, નવપદ ધ્યાને આતમ જગાડો; હો...હો... જપો મંત્રને સાંજ સવાર...નવકાર. ૪ આવો મળીને આંગી રચાવો, નવકાર કેરી ધૂન મચાવો; હો...હો... દીપ સ્નેહના ધરીએ હજાર...નવકાર...૫ (૭૬) શ્રી અરિહંતપદ સ્તવન અરિહંત પદના સેવ્યાથી, ભવિજન અરિહંત રૂપે થાય, | વીશ સ્થાપક તપ ત્રીજે ભવ કરી, જે જિનનામ કમાય; 1 ઈંદ્ર ચક્રી નૃપ પૂજિત ચરણાં, પ્રણમું શ્રી જિનરાય. અરિ. ૧ અરિહંત કલ્યાણક દિવસોમાં, પ્રકાશ નરકે થાય; અતીવ પુણ્ય પ્રભાવે જિનના, જગમાં શાતા થાય. અરિ. ૨ ત્રણ જ્ઞાનયુત જન્મે જ્યારે, ભોગ કર્મ ક્ષીણ થાય; દાન સંવત્સર દઈ દીક્ષા લઈ, શમ દમ લીન જ થાય. અરિ. ૩ ઘાતી કર્મ હણી વીતરાગો, કે વળ જ્ઞાની થાય; [ કરામલકવત્ જગતને જોતાં, જિનથી તીર્થ સ્થપાય. અરિ.૪ [ ચોત્રીશ અતિશય તીર્થપતિના, સુરનર સેવે પાય; પાંત્રીસ ગુણ યુત વાણી સુણતાં, હૈડે હરખ ન માય. અરિ.૫ વર્તમાન, ભૂત, ભાવિ જીવના, ભાંખે શ્રી જિનરાય; કર્મવિપાક સ્વરૂપ જણાતાં, બહુ ભવી પ્રતિબોધાય. અરિ. ૬ જગમાં બહું ઉપકાર કરીને, જિનપતિ મોક્ષે જાય. ગૌતમ નીતિ ગુણ કહે સવિ સુખ, જિન સેવ્યાથી થાય. અરિ.૭ ૨૩૩
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy