SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ જીવોનું શુભ કરવાની, ભાવના મુજ દિલ સતત રહો; દુઃખ પીડિતનાં દુઃખ હરવાની, ભાવના ભૃત મુજ હૃદય રહો.૨ હરું નહિ દુઃખ જ્યાં લગી સર્વનાં, મુજ અંતર દુઃખિત રહો | સુગુણી સુખી સંતોને દેખી, દિલ મુજ હર્ષ ભરેલ રહો. ૩ દોષકારક સુધરે નહિ તો પણ, મુજ દિલ સમતા યુક્ત રહો; ॥ ગૌતમ નીતિ ગુણ કહે ચાર એ, ભાવના સવી જીવ ચિત્ત રહો.૪/ (૭૪) નવકારમંત્રની હો ! માળા છે હાથમાં... મારી પા નવકારમંત્રની હો ! માળા છે હાથમાં... નવકાર સુખમાં છકાય નહિ, દુઃખમાં રડાય નહિ ! ભક્તિ ભૂલાય નહિ હો ... માળા છે હાથમાં. ૧ ધન સંઘરાય નહિ, એકલા ખવાય નહિ; મમતા રખાય નહિ હો... માળા છે હાથમાં. ૨ જૂઠ્ઠું બોલાય નહિ, ચોરી કરાય નહિ; કોઈને ઠગાય નહિ, હો ... માળા છે હાથમાં. ૩ અભક્ષ્ય ખવાય નહિ, ટોકીઝે જવાય નહિ; ચાંદલો લજવાય નહિ, હો ... માળા છે હાથમાં. ૪ ! I રાત્રે ખવાય નહિ, હોટલમાં જવાય નહિ; વિવેક તજાય નહિ ... હો માળા છે હાથમાં. ૫ Par 20 પૂજા ચૂકાય નહિ, વ્યાખ્યાન મૂકાય નહિ; નવકારશી કરાય સહી હો ... માળા છે હાથમાં. ૬ હળવા પર છે તે (૭૫) નવકાર જાપ પ્યારું લાગે તો 1 અમે ભૂલી ગયા સૌ જંજાળ, નવકાર જાપ પ્યારું લાગે; I હવે કરવો છે નવપદથી પ્યાર, નવકાર જાપ પ્યારું લાગે. ૧ ૨૩૨.
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy