SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ કાઢી મુખેથી કોળીયા, મ્હોમાં દઈ મોટા કર્યા; અમૃત તણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહિ.... ૩ લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા; એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહિ.... ૪ લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા; એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ.... ૫ સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો; જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ.... ૬ ભીને સૂઈ પોતે અને, સુકે સુવાડ્યા આપને; એની અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ.... ૭ પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર; એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ.... ૮ ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ; પલ પલ પુનિત એ ચરણ કેરી, ચાહના ભૂલશો નહિ.... ૯ (૬૫) ઓ પ્રભુ તારા ચરણકમળમાં ઓ પ્રભુ તારા ચરણકમળમાં આ જીવન કુરબાન છે, જ્યાં લઈ જાય ત્યાં જાવું મારે, તું મારું સુકાન છે; મારે ડુબાડે કે તું તારે, પરવશ મારા પ્રાણ છે... ઓ પ્રભુ. ૧ 1 લોકો કહે ના આગળ વધશો, સાગરમાં તુફાન છે; તું મુજને ઉગારનારો, જગનો તારણહાર છે... ઓ પ્રભુ. ૨ આંધી આવે તુફાન આવે, મારું તુજમાં ધ્યાન છે; ' મારા મનનો એકજ નિશ્ચય, તારા ભજનનું તાન છે. ઓ પ્રભુ.૩ | ૨૨૭
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy