________________
જિન પૂજા જસ ઘર નહીં, નહીં સુપાત્રે દાન; તે કેમ પામે બાપડા, મુક્તિ સુખ નિધાને...૭ સ્વામીના સગપણ સમું, અવર ન સગપણ કોય; કરી ભકિત કરો સાધર્મિની, સમતિ નિર્મળ હોય...૮ સાધુ તો સુખિયા ભલા, દુઃખિયા નહીં લવલેશ; અષ્ટ કર્મને જીતવા, પહેર્યો સાધુનો વેષ...૯ મુનિવર ચૌદ હજારમાં, શ્રેણિકે સભા મોજાર; વીર જિવંદે વખાણીઓ, ધન્ય ધન્નો અણગાર...૧૦
(૫૮) હો મારો ધન્ય બન્યો
હો મારો ધન્ય બન્યો આજે અવસર, કે મળ્યાં અને પરમાત્મા; હે કરું મોંઘો....(૨) ને મીઠો સત્કાર,
કે મળ્યાં મને પરમાત્મા-.૧ શ્રધ્ધાનાં લીલુડાં તોરણ બંધાવું,
ના ભકિતના રંગોથી આંગણ સજાવું; હો....હો સજે હૈયું(૨) સોનેરી શણગાર,
કે મળ્યાં મને પરમાત્મા. ૨ પ્રીતિનાં મઘમઘતાં ફૂલડે વધાવું, સંસ્કારે ઝળહળતાં દીવડાં પ્રગટાવું; હો....હો કરે મનનો (૨) મોરલિયો ટહુંકાર,
તો કે મળ્યાં મને પરમાત્મા. ૩