SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર છે બહુ તોફાની, પ્રભુ તું છે સુકાની. (૨) જોજે ના... ૨ ચંદ્રવાદળ છુપાય, તારલીયા ના દેખાય, રાત અંધારી કેમે કરી ના સહેવાય,T નાવ મારી અથડાય, મોજાં સાથે પછડાય, નાવ તૂટીને અંદરમાં પાણી ભરાય;] તૈયો જો ડૂબે મારી, જશે લાજ પ્રભુ તારી. (૨) જોજે ના ડૂબે.... ૩ | | મારી જીવનની નાવ, પાર એને લગાવ, મારા અંતરના ખુણામાં દીપક પ્રગટાવ, જાય જેથી અંધકાર, પહોંચી સાગરને પાર, જૈન સંયુકત મંડળ કરે જય જ્ય કાર; પ્રભુ તારા ગીતડાં ગાવા, મારે મન મોટા લ્હાવા (૨) જોજે ના ડૂબે નૈયા, મારી આ જીવન નૈયા.... ૪ છે (૫૭) અરિહંત અરિહંત સમરતાં અરિહંત, અરિહંત, સમરતાં, લાધે મુકિતનું ધામ; જે નર અરિહંત સમરશે, તેના સરશે કામ...૧ સુતાં બેસતાં જાગતાં, જે સમયે અરિહંત; તો દુઃખિયાનાં દુઃખ કાપશે, હોશે સુખ અનંત...૨ આશ કરો અરિહંતની, બીજી આશ નિરાશ; જે જગમાં સુખિયા થયા, પામ્યા લીલ વિલાસ...૩ ચેતન તેં ઐસી કરી, જૈસી ન કરે કોય; વિષયા રસને કારણે, સર્વસ્વ બેઠો ખોય...૪ જો ચેતાય તો ચેતજે, જો બુઝાય તો બુઝ, | ખાનારા સહુ ખાઈ જશે, માથે પડશે તુજ...૫ || રાત્રિ ગુમાવી સૂઈને, દિવસ ગુમાવ્યો ખાય; હીરા જેવો મનુષ્ય ભવ, કોડી બદલે જાય...૬ ડ્રિન ૨૨૧
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy