________________
પહેલું પથ્ય અસત્ય ન વદવું, નિંદા કોઈની થાય નહિ; નિજ વખાણ કરવાં નહિ સુણવાં, વ્યસન કશુંય કરાય નહિ. ૧ જીવ સકળ આતમ સમ જાણી, દિલ કોઈનું દુભવાય નહિ; | પરધન પથ્થર સમાન ગણીને, મન અભિલાષ ધરાય નહિ. ૨ દંભ, દર્પ કે દુર્જનતાથી, અંતર અભડાવાય નહિ, પરનારી માતા સમ લેખી, કદી કુદૃષ્ટિ કરાય નહિ. ૩ હું પ્રભુનો, પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ; જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહિ. ૪ શક્તિ છતાં પરમારથ સ્થળથી, પાછાં પગલાં ભરાય નહિ; | સ્વાર્થ તણા પણ કામ વિષે, કદી અધર્મને આચરાય નહિ. ૫ | કર્યું કરું છું ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહિ; હું મોટો મુજને સહુ પૂજે, એ અભિમાન ધરાય નહિ. ૬ નામ તણાં અતુલિત મહિમાને, વ્યર્થ વખાણ મનાય નહિ; કપટ દગા છળ પ્રપંચ માયા, અંત સુધી આદરાય નહિ. ૭ જનસેવા તે પ્રભુની સેવા, એહ સમજ વિસરાય નહિ; ઊંચ-નીચનો ભેદ, પ્રભુના મારગડામાં થાય નહિ. ૮ નામ રસાયણ સેવે સમજી, કટ થકી મૂકાય નહિ; એ પથ્થોનું પાલન કરતાં, મરતાં સુધી ડરાય નહિ. ૯ પથ્ય રસાયણ બંને સેવે, માયામાં લલચાય નહિ; તો હરિદાસ તણા સ્વામીને, મળતાં વાર જરાય નહિ. ૧૦ (૫૫) મનમાં શું મલકાય રોજ તારી આવરદા મનમાં શું મલકાય, રોજ તારી આવરદા ઓછી થાય (૨)
૨૧૯