________________
(૫૩) અહિંસાના આદેશો અપનાવીને અહિંસાના આદેશો અપનાવીને, શાંતિના માર્ગે જાવું રે મહાવીર પ્રભુ,
તમારા જેવા મારે થાવું (૨) ચંડકૌશિક નાગના જેવા, ઝેરીને વેરી નથી થાવું.
મહાવીર પ્રભુ (૨) હે... દુશ્મનને પણ દોસ્ત બનાવીને, સારા કામ ત્યાગી વૈરાગી મારે થાવું રે મહાવીર પ્રભુ (૨)...... ૧ ભરવાડે ખીલા કાનમાં ઠોક્યા, એવા અનાડી નથી થાવું. હે....દીન દુઃખીયાની સેવા કરીને, સેવા ભાવી મારે થાવું રે મહાવીર પ્રભુ (૨)..... ૨ નેમ રાજુલ જેવા સંયમધારીને, સંયમધારી મારે થાવું
મહાવીર પ્રભુ (૨) હે....ચંદના જેવી ટેક ધરીને, ટેકધારી મારે થાવું રે, મહાવીર પ્રભુ (૨)........૩ તમારે શરણે આવી કરીને, બીજે ક્યાં હવે નથી જાવું.
A મહાવીર પ્રભુ (૨) હે....સેવક કહે છે ભાવથી રે, વીરને શરણે જાવું રે મહાવીર પ્રભુત્વ ..
(૫૪) પ્રભુનું નામ રસાયણ સેવે પ્રભુનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહિ, તો તેનું ફળ લેશ ન પામે, ભવ-રોગો કદી જાય નહિ.
જો
૨૧૮