________________
માતા હરખાતી, મનમાં મલકાતી, પ છે મુખડું દેખીને મમતા છલકાતી, ચૂમી ભરે, વ્હાલ કરે, બને ઘેલી ઘેલી; હૈયું વરસાવે હેતની હેલી, ગ્નેહભર્યા નયણે નિહાળે, નિહાળે. ધીરે ધીરે....૩
(૪૮) જાગ્યો રે આત્મા આશ જાગી જાગ્યો રે આતમા, આશ જાગી, કે મુક્તિના અમૃતની પ્યાસ જાગી, અભિલાષ જાગી,
std જાગ્યો રે આતમા... ૧ / જ્યારે આતમનો દીવડો જાગે, ત્યારે વૈભવ અળખામણા લાગે લાગે ખારો સંસાર, લાગે પ્યારો આણગાર;
કર એને સંયમના પંથની લગની લાગી, જાગ્યો રે આતમા.. ૨ જ્યારે આતમનો દીવડો જાગે, ત્યારે બંધન સંસારનો ત્યાગે, ત્યાગે સખીઓનો પ્યાર, ત્યાગે સઘળો પરિવાર; એણે વસ્ત્રાલંકારોની પ્રીત ત્યાગી, જાગ્યો રે આતમા... ૩ જ્યારે આતમનો દીવડો જાગે, ત્યારે અંધારાં દૂરદૂર ભાગે, ભાગે પાતકનો ભાર, ભાગે અવગુણની જાળ; એના મારગના કંટકો જાય ભાંગી, જાગ્યો રે આતમા... ૪ જ્યારે આતમનો દીવડો જાગે, ત્યારે સદગુરૂનો આશરો લાગે, ભાગે કર્મોનો નાશ, માગે શિવપુરનો વાસ, એણે ભવભવના દુ:ખમાંથી મુકિત માગી, જાગ્યો રે આતમા..૫l (૪૯) આવો રે આવો મહાવીર નામ લઈએ આવો રે આવો મહાવીર નામ લઈએ; વીર નામ લઈ ભવ પાર તરી જઈએ...આવો રે.૧
૨૧૪