________________
(૩૯) તારી લીયો ને વીતરાગી | હે.... પરદુઃખભંજન, નાથ નિરંજન, ત્રિશલાનંદન મહાવીરા, તને કોટી વંદન, ભવદુઃખ ભંજન અલખ નિરંજન ઓ વીરા; હે.... ક્ષત્રિયકુંડવાલા, દીન દયાળા, પરમ કૃપાળુ હે વીરા. જગમંગલવાલા, શાંતિવાલા, પંથ નિરાળા મહાવીરા,
તારા પંથ નિરાળા મહાવીરા (૨) હે.... તારી લીયોને વીતરાગી, નાવલડી મારી
તારી લીયોને વીતરાગી (૨) 1 આ રે સંસારીયામાં, અહીં તહીં આથડ્યો; હે... રમતો બનીને રંગરાગી નાવલડી મારી... તારી લીયો ૦૧ અટવાણી નાવ મારી, આંધી તુફાનમાં, હે... મધદરિયે ડુબવાને લાગી, નાવલડી મારી ..તારી લીયો ૦૨] પ્રભુ મહાવીર તમે, કરુણાના સાગર; હે... કંઈ કંઈને કીધા વૈરાગી, નાવલડી મારી ... તારી લીયો૦૩ જૈન મંડળની, વિનંતી છે આટલી; હે... ભવના ફેરા જાય ભાંગી, નાવલડી મારી... તારી લીયો૦૪
(૪૦) પાર્શ્વ પ્રભુ સરનામું પાર્થ પ્રભુ સરનામું સાચું બતાવ, મારે લખવા છે કાગળો. નામ અને ઠેકાણું પુરૂં બતાવ, મારે લખવા છે કાગળો. વામા દેવી નંદ તારા, બહુ બહુ નામ છે, તે જગનો આધાર તારા, ઠેર ઠેર ધામ છે, ક્યુ એમાં સાચું છે, મુજને બતાવ,
..મારે.