________________
દુનિયામાં જેની જોડ જડે ના, એવું જીવન જીવનારા, ડી.
દરેક રીતે આ છે આણગાર અમારા.... સામગ્રી સુખની લાખ હતી, સ્વેચ્છાએ એણે ત્યાગી, સંગાથ સ્વજનનો છોડીને, સંયમની ભિક્ષા માગી; દીક્ષાની સાથે પાંચ મહાવ્રત અંતરમાં ધરનારા,
આ છે આણગાર અમારા.... ના પંખો વીંઝે ગરમીમાં, ના ઠંડીમાં કદી તાપે, ના કાચા જળનો સ્પર્શ કરે, ના લીલોતરીને ચાંપે; નાનામાં નાના જીવતણું પણ સંરક્ષણ કરનારા,
આ છે અણગાર અમારા....૩ જૂઠું બોલીને પ્રિય થવાનો, વિચાર પણ ના લાવે, યા મૌન રહે, યા સત્ય કહે, પરિણામ ગમે તે આવે; જાતે ના લે કોઈ ચીજ કદી, જો આપો તો લેનારા,
આ છે આણગાર અમારા....
ના સંગ કરે કદી નારીનો, ના અંગોપાંગ નિહાળે, [િ જો જરૂર પડે તો વાત કરે, પણ નયનો નીચાં ઢાળે; મારા મનથી, વાણીથી, કાયાથી વ્રતનું પાલન કરનારા,
- આ છે આણગાર અમારા... ના સંગ્રહ એને કપડાંનો, ના બીજા દિવસનું ખાણું, ના પૈસા એની ઝોળીમાં, ના એના નામે થાણું; ઓછામાં ઓછા સાધનમાં, સંતોષ ધરી રહેનારા,
આ છે આણગાર અમારા....૬
૨૦૭