SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩) જનારું જાય છે જીવન | જનારું જાય છે જીવન, જરા જિનવરને જપતો જા; હૃદયમાં રાખી જિનવરને, પુરાણા પાપ ધોતો જા. જનારું૦ ૧. બનેલો પાપથી ભારે, વળી પાપો કરે શીદને; સળગતી હોળી હૈયાની, અરે જાલિમ બુઝાતો જા. જનારું૦ ૨ દયા સાગર પ્રભુ પારસ, ઊછાળે જ્ઞાનની છોળો; ઉતારી વાસના વસ્ત્રો, અરે પામર તું નહાતો જા જનારું૦ ૩. જિગરમાં ડંખતાં દુઃખો, થયા પાપે પિછાણીને; જિગંદવર ધ્યાનની મસ્તી, વડે એને ઉડાતો જા. જનારું૦ ૪. અરે આતમ બની શાણો, બતાવી શાણપણ તારું; હઠાવી જુઠી જગ માયા, ચેતન જ્યોતિ જગાતો જા. જનારું૦ ૫. jખીલ્યાં જે ફૂલડાં આજે, જરૂર તે કાલ કરમાશે; નોર [અખંડ આતમ કમલ ‘લબ્ધિ’, તણી લય દિલ લગાતાજા.જનારું૦૬.! (૩૪) હે કરાણા ના કરનારા હે કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી; હે સંકટના હરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા; } 25ી મારી ભૂલોના ભૂલનારા, ...તારી. ૧છે હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી; આરી અવળી ને સવળી કરનારા, ...તારી. ૨ હે પરમ કૃપાળુ વ્હાલા, મેં પીધા વિષના પ્યાલા; વિષને અમૃત કરનાર, ....તારી. ૩ ૨૦૪
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy