________________
(૩૨) રૂડો અવસર અમે બારણે તોરણ બાંધ્યા આજ, અવસર રૂડો આંગણીયે; અમે યાત્રા કરવા ગ્યાતા આજ, અવસર રૂડો આંગણીયે. હે... આદેશ્વરના બેસણાં, શત્રુંજય મોઝાર,
નવે ટુંક જુવારતાં, પાપ ખપે તત્કાળ; અમે આદેશ્વરને નીરખ્યા આજ ...અવસર. રાક |
ત્યાં યાત્રા નવાણું કીધી રાજ...અવસર. ૧ હે... સોરઠ દેશમાં જઈ ચડ્યાં, ઊંચો ગઢ ગિરનાર, શેષાવનમાં વિચર્યા, નમીએ નેમકુમાર;
અમે નેમ પ્રભુને ભેટયાં આજે...અવસર છે એ તો પહેલી ટુંકે બિરાજે રાજ..અવસર. ૨ i હે... આબુ અચલગઢ શોભતાં, વિમળ વસહીમાં વસ્તુપાળ; |
બ્રાહ્મણવાડા નાંદીયા, નાકોડા મોઝાર, અમે જેસલમેર જઈને આવ્યા આજ ...અવસર ત્યાં દેરાસર તો શોભે આઠ ...અવસર. ૩
| હે... ભીલડીયાજી ભેટતાં, આનંદ આવે અપાર;
વઢિયાર દેશમાં જઈ ચડ્યાં, શંખેશ્વર મોઝાર. પ્રભુ પાર્શ્વથી પ્રીત્યું બંધાણી આજ...અવસર
એ તો ભવસાગર થી તારે રાજ...અવસર. ૪ હે... કચ્છ દેશ કટારીયા, ભદ્રેશ્વર મોઝાર, ત્રિશલાનંદન ભેટતાં, આનંદનો નહિ પાર; માણેક હીરા મોતીડ વધાવું આજ ...અવસર મારા વીરની ધૂન મચાવું આજ ..અવસર. ૫
૨૦૩