SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ LALIT જગત પિતા છો-બાળક હું છું, ગુણગાન શા ગાઉં; આતમને અજવાળી દેજો, કેવળ એટલું માગું. મારો દીવડો ઝગમગ રાખજે, ઓ જગના રાખણહારા; મારી જ્યોત જલાવી રાખજે, ઓ જગના રાખણહારા. મનડાના મંદિરમાં માલિક, મૂકને તારી માયા, સળગતા સંસારે દેજે, તારી શીતળ છાયા; મારી નૈયા તરતી રાખજે, ....ઓ. ૨ તન તંબુરના તારે તારે, તું હી તું હી પોકારૂં, અંતરના આંગણીયે આસન, આપીને પધરાવું; મારું ગીત સુરીલું રાખજે, ....ઓ. ૩ ના | 1 (૧૮) હે શંખેશ્વરના વાસી હે શંખેશ્વરના વાસી, તારી ભકિત સાચી જાણી; પત્થરને પણ કરતી પાણી, એવી તારી વાણી. ...હે. ૧ આ સંસારે સૌને ગમતું, એક જ નામ તમારું, તુજ ભક્તોને લાગે એ તો, પ્રાણથકી પણ પ્યારું; તુજ ભકિતનાં ગીતો ગાતાં, કરતાં ભકિત લ્હાણી....હે. ૨ પાપી તારા ચરણે આવી, એ પાવન થઈ જાય, કરૂણાસિંધુ પાર્શ્વ પ્રભુજી, દુનિયા તુજ ગુણ ગાયે; કારણ હે જિનવર- આ કાયા તારી, ભક્તિમાં રંગાણી. ...હે. ૩ તુજ ભક્તિની મસ્તી માંહે, મસ્ત બનીને ગાઉ, , , , તુજ ચરણોમાં શીશ ઝૂકાવી, ભકિત જ્યોત જલાવું; | લાલ દીવાન ને પ્રભુ તારાથી, પ્રીતિ તો બંધાણી. ...હે. ૪ | ૧૯૨
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy