________________
રોમે રોમે તારા નામનો, વાગી રહે રણકાર; આ અંતરના વાજિંતરમાં, એક જ છે રણકાર. ....હે. ૨ ભાવ થકી હું ભક્તિ કરું છું, જો જે હે ભગવાન, હે ગુણવંતા ગાઈ રહ્યો છું, તારા સદાયે ગુણગાન; ઉગારજે ભવ સાગરમાંથી, એટલી રાખું આશ.....હે. ૩ આજે આવ્યો તારા ચરણે, ભકિત કરવા કાજ; ભક્તિ હૃદયમાં લાવ્યો દાદા, પૂરજો મારી આશ. ....હે. ૪
(૧૬) અરે એવા છે વીતરાગી અરે એવા છે વીતરાગી જગતમાં, જિનેશ્વર ભગવાન; નહિ રાગ નહિ ફેષ લગીરે, જેને સર્વ સમાન ...અરે. ૧ રાજપાટ ને માત પિતાની, મૂકી દીધી છે માયા, પણ આત્માના રંગે રંગી છે, એણે નિજની કાયા; જન્મ-મરણની જાળ તોડવા, દીધું અનુપમ જ્ઞાન ...અરે. ૨ વાણીમાં વ્હાલપ વરસે, પ્રાણીમાત્રમાં પ્રેમ, શબ્દ શબ્દ શાતા વળતી, શીતળ ચાંદની જેમ; રોમે રોમે ગાજી રહેતું, વિશ્વપ્રેમનું ગાન. .અરે.૩ સત્ય અહિંસાનો દીધો છે, દુનિયાને સંદેશ, મંગળમય મુકિતનો જેણે, આપ્યો છે આદેશ; સચરાચર સૃષ્ટિમાં સૌનું, ચાહે છે કલ્યાણ.
...અરે. ૪ . (૧૭) દીવડો શું પ્રગટાવું જગ દીપકની આગળ નાનો, દીવડો શું પ્રગટાવું; પર જ્યોતિર્ધરની પાસે હું શું, પામર જ્યોત જલાવું.
૧૯૧