________________
La
વત મુખ પાઠે ઉચ્ચરી જી રે, દિવસ માંહી બહુ વાર; તેહ તુરત વિરાધતો જીરે, ન આણી શંક લગાર. કૃપા...૬ ધૂલિ તણા દેઉલ કરી જી રે, જિમ પાઉસમાં રે બાળ; ખો ભૂલા મુખે એમ વદેજીરે, તિમ વ્રત મેંકર્યા આળ. કૃપા..૭ આપ અશુદ્ધ પરને કરું જીરે, દે ઈ આલોયણ શુદ્ધ; મા-સાહસ પંખી પરેજીરે, પાડું ફંદે મુદ્ધ. કૃપા....૮ અછતા ગુણ નિસણી મનેજીરે, હરખું અતિ સુવિશેષ; દોષ છતાં પણ સાંભળીજીરે, તસ ઉપરે ધરું વેષ. કૃપા...૯ પરિભવ પર-પરિવાદના જીરે, પરે પરે ભાખું રે આપ; નિજ ઉત્કર્ષ કરું ઘણોજીરે, એહિજ મુજ સંતાપ. કૃપા....૧૦ નિશ્ચય પંથ ન જાણીયોજી રે, વ્યવહરિયો વ્યવહાર; મદન મસ્તે નિશંકથીજી રે, થાપ્યો અસદાચાર. કૃપા...૧૧ સમય સંઘયણાદિ દોષથી જી રે, નાવે શુકલ ધ્યાન; સુહાણે પણ નવિ આવીયુંજી, નિરાશસ ધર્મ ધ્યાન. કૃપા..૧૨ આર્ત - રૌદ્ર બેહુ અહોનિશજી રે, સેવાકાર પ્રવાસ; મિથ્યા રાજા જિહાં હોયે જીરે, તૃષ્ણા લોભ વિલાસ. કૃપા.૧૩ જિન મત વિતથ પ્રરૂપણા જી રે, કીધી સ્વારથ બુદ્ધ; જાડ્યપણાના જોરથી જી રે , ન રહી કાંઈ શુદ્ધ. કૃપા...૧૪ હિંસા અલીક અદત્તશું જી રે, સેવ્યાં ત્રિવિધ કુશીલ; મમતા પરિગ્રહ મેળવીજી રે, કીધી ભવની લીલ. કૃપા...૧૫ અક્રિય સાધે જે જે ક્રિયાજી, તે નાવે તિલ માત્ર; મદ અજ્ઞાન ટળે જેહથી રે, તે નહિ નાણની વાત. કૃપા..૧૬
૧૭૫