________________
L
સ્વામિ ! જઘન્ય તીર્થકર વીશ છે, ઉત્કૃષ્ટા એક સો સિત્તેર; તેમાં નહિ ફેર. કાગળ.... ૨ સ્વામિ ! બાર ગુણે કરી યુક્ત છો, અંગે લક્ષણ એક હજાર; ઉપર પડ આઠ, સાર. કાગળ....૩ સ્વામિ ! ચોત્રિશ અતિશય શોભતાં; વાણી પાંત્રીશ વચન રસાળ, ગુણો તણી માળ. કાગળ..૪ સ્વામિ ! ગંધહસ્તી સમ ગાજતા; ત્રણ લોક તણાં પ્રતિપાળ, છો દીનદયાળ. કાગળ....૫ સ્વામિ ! કાયા. સુકોમળ શોભતી; શોભે સુંદર સોવન વાન, કરું હું પ્રણામ. કાગળ....૬ સ્વામિ ! ગુણ અનંત છે આપના; એક જીભે કહ્યાં કેમ જાય, લખ્યા ન લખાય. કાગળ....૭ ભરતક્ષેત્રથી લિખિતંગ જાણજો; આપ દર્શન ઈચ્છિત દાસ,રાખું તુમ આશ. કાગળ...૮ મેં ' તો પૂર્વે પા૫ ) કીધાં ઘણાં; જેથી આપ દરિસણ રહ્યા દૂર, ન પહોંચે હજૂર. કાગળ....૯ મારા મનમાં સંદે હતું. અતિ ઘણાં; જવાબ વિના કહ્યા કેમ જાય, અંતર અકળાય. કાગળ...૧૦ આડા પાળ પરવત / ને ડું ગરા; જેથી નજર નાખી નવ જાય, દર્શન કેમ થાય. કોગળ...૧૧ સ્વામિ ! કાગળ પર પહોંચે નહિ; ન પહોંચે સંદેશો કે શાહી, અમે રહ્યા આંહી. કાગળ...૧૨ દેવે પાંખ આપી હોત પીંડજો, ઊડી આવું દેશાવર દૂર; તો પહોંચે હજૂ ૨. કાગળ...૧૩
GLOG
LILA
- ૧૭૩