________________
==============
શ્રી સીમંધર સ્વામી ભગવાનના | ( ચૈત્યવંદન-સ્તુતિ-સ્તવનો
ચૈત્યવંદન શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવો; કરુણાવંત કરુણા કરી, અમને વંદાવો...૧ સકલ ભકત તમે ધણી, જો હોવે અમ નાથ; ભવોભવ હું છું તાહરો, નહિ મેલું હવે સાથ...૨ સયલ સંગ છેડી કરી, ચારિત્ર લઈશું; પાય તમારા સેવીને, શિવરમણી વરશું...૩ એ અલજો મુજને ઘણો, પૂરો સીમંધર દેવ;. ઈહાં થકી હું વીનવું, અવધારો મુજ સેવ...૪ બે કર જોડી વિનવું, ઊભો રહી ઈશાન; ભાવ જિનેશ્વર ભાણને, દેજો સમકિત દાન...૫
મહાવિદેહમાં વીચરે સીમંધર જિન દેવ,351 તારક એ જિનપતિ સુરનર કરે જસ સેવ; બાર પર્ષદા માંહી ક હે સંસાર અસાર, જિન બોધ લહીને બહુ જીવ થયા ભવ પાર...૧ વીતરાગ સર્વજ્ઞો તીર્થકર વળી જેહ, ભૂરિ ભવિ જીવના તારક બનતા તેહ; ચાર ગતિ દુ:ખોના વર્ણન કરી બોધ દેહ, મહાવિદેહમાં ગુણથી સમૃદ્ધ નેતા એહ...૨
૧૬૭