SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ - (રાગ - અહંતો ભગવંત ઈન્દ્રમહિતા...) યોગાભ્યાસ રસાયણે હૃદયને, રંગી અસંગી બની, ક્યારે અસ્થિરતા ત્યજી શરીરની, વાણી તથા ચિત્તની; આત્માનંદ અપૂર્વ અમૃતરસે, હાઈ થશું નિર્મલા ? ને સંસાર સમુદ્રનાં વમળથી, ક્યારે થશે વેગલા ?..૧ જ્યારે સિદ્ધગિરિ પવિત્ર શિખરે, જઈ શાત્તવૃત્તિ સજી, સિધ્ધોના ગુણનો વિચાર કરશું, મિથ્યા વિકલ્પો તજી; વાસી ચંદનક ૫ થઈ પરિષદો, સર્વે સહીશું મુદા, આવી શાન્ત થશે અહો અમ મને શત્રુ સમૂહો કદા?..૨ શ્રેણિ ક્ષીણકષાયની ગ્રહી અને, ઘાતી હણીશું કદા ? પામી કેવળજ્ઞાન કોણ સમયે, દેશું કદા દેશના ? ધારી યોગનિરોધ કોણ સમયે, જાશું અહો મોક્ષમાં ? એવી નિર્મળ ભાવના પ્રણયથી, ભાવો સદા ચિત્તમાં...૩ છેલ્લા શ્વાસ સુધી નિરંતર રહો, આ સંયમી ભાવના, અધ્યાત્મ સ્થિતિમાં રહો મુજ ઉરે, કલ્યાણની સાધના; આવે કાળ ભલે વિપદ્ શિર પડે, ના દુઃખ કે વાસના, થાજો પ્રાપ્ત સુધર્મ અંત સમયે, એકે બીજી આશ ના...૪ ક , ૧૬૬
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy