________________
અર્હતો ભગવંત ઈન્દ્રમહિતા, સિદ્ધાશ્વ સિદ્ધિસ્થિતા, આચાર્યા જિનશાસનોન્નતિકરા, પૂજ્યા ઉપાધ્યાયકાઃ; શ્રી સિદ્ધાન્તસુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકા, પંચૈતે પરમેષ્ઠિન પ્રતિદિનં કુર્વન્તુ વો મંગલં....૪ A%A% •••••
(૧૯) ૧ ૦ (રાગ :- અર્હતો ભગવંત ઈન્દ્રમહિતાઃ )
Fuen ask
સાક્ષાત્ શ્રી જિનદેવને નિરખશું, ક્યારે અહો નેત્રથી ? ને વાણી મનોહારી ચિત્ત ધરશું, ક્યારે કહો પ્રેમથી ? શ્રદ્ધા નિશ્ચય ધારશું જિનમતે, શ્રેણિકવત્ કે સમે ? ને દેવેન્દ્ર વખાણ પાત્ર થઈશું, ક્યારે સુપુણ્યે અમે ?...૧ કયારે દેવ ચલાયમાન કરવા, મિત્થામતિ આવશે ? ને સમ્યકત્વ સુરત્નની અમ વિષે, સાચી પરીક્ષા થશે ? ક્યારે પૌષધને ગ્રહી પ્રણયથી, સદ્ભાવના ભાવશું ? ને રોમાંચિત થઈ તપસ્વી મુનિને ક્યારે પડિલાભશું ?...૨ – સવૈરાગ્ય રસે રસિત થઈને, દીક્ષેચ્છુ કયારે થશું ? ને દીક્ષા ગ્રહવા મુનીશ્વર કને, ક્યારે સુભાગ્યે જશું ? । સેવાશ્રી ગુરુદેવની કરી કદા, સિદ્ધાન્તને શીખશું ? ને વ્યાખ્યાન વડે સમસ્ત જનને ક્યારે પ્રતિબોધશું ?...૩ પ ]]> <> ગ્રામે કે વિજને સુરેન્દ્રભવને, ને ઝૂંપડે કયે સમે ? શ્રીમાં ને શબમાં સમાન મતિને ક્યારે ધરીશું અમે; સર્પે કે મણિમાલમાં કુસુમની શય્યા તથા ફૂલમાં,I ક્યારે તુલ્ય થશું પ્રફુલ્લિત મને, શત્રુ અને મિત્રમાં...૪
B
૧૬૫