________________
ખાતાં પીતાં ઊઠતાં બેસતાં, પ્રભુ નામ હૃદયે વસજો, શ્વાસે શ્વાસે રોમે રોમે, મુજ અંતર ભીંતે રહેજો; ક્ષણ ક્ષણ સમરું, પલપલ સમરું, એકતાન આવી મલજો, અષ્ટકર્મનો અંત જ થાઓ, એવી આશા મુજ ફળો...૫
(રાગ : મૈત્રીભાવનું પવિત્ર ઝરણું....) પરમ પુરુષ હે ત્રિભુવન તારક!, જય હો ત્રિશલાનંદન, સહી ઉપસર્ગો ધીર વીર થઈ, કાઢયું કર્મ નિકંદન; ધર્મતીર્થની કરી સ્થાપના, સુખ સાગર રેલાયા, નિત્ય પ્રભાતે કરું વંદના, ભકિત ભાવ ઉભરાયા...૧ હે મહાવીર જિનેશ્વર પ્રભુજી, એક વિનંતિ મુજ અવધારો, ભવે જંગલમાં આથડતા આ દુ:ખીના દુઃખો નિવારો; કાલ અનાદિ ઘણું ઘણું, ભમીયો હજી ન આવો ભવ આરો, કલ્પતરુ સમ તું મુજ મલીયો, ભવોભવનો એક સથવારો...૨
(રાગ : - અહંતો ભગવંત ઇન્દ્રમહિતા....) વીરઃ સર્વસુરાસુરેન્દ્રમાહિતો, વીર બુધાઃ સંશ્રિતા: વીરેણાભિહત : સ્વકર્મનિચય : વીરાય નિત્ય નમઃ વીરાત તીર્થમિ પ્રવૃત્તમતુલ વીરસ્ય ઘોર તપો, વીરે શ્રી ધૃતિ-કીર્તિ-કાંતિનિચયઃ, શ્રી વીર! ભદ્ર દિશ...૩ શ્રી સિદ્ધાર્થ નરેન્દ્રના કુલ નભે, ભાનુ સમા છો વિભુ, મારા ચિત્તચકોર ને જિન તમે, છો પૂર્ણ ચન્દ્ર પ્રભુ, પામ્યો છું પશુતા તજી સુરપણું હું આપના ધર્મથી, રક્ષા શ્રી મહાવીર દેવ મુજને પાપી મહા કર્મથી...૪
૧૬૨