________________
(રાગ :- અહંતો ભગવત ઈન્દ્રમહિતા) . " જે પ્રભુના અવતારથી અવનીમાં, શાંતિ બધે વ્યાપતી, જે પ્રભુની સુપ્રસન્નને અમીભરી, દષ્ટિ દુ:ખો કાપતી; જે પ્રભુએ ભરયૌવને વ્રત ગ્રહી, ત્યાગી બધી અંગના, તારક તે જિન રાજના ચરણમાં હોજો સદા વંદના...૧ બારે પર્ષદા મધ્યમાં પ્રભુ તમે, જ્યારે દીધી દેશના, ત્યારે હું દુર્ભાગી દૂર વસીયો, તે મેં સુણી લેશના; પંચમકાલ કરાલમાં પ્રભુ તમે મૂર્તિ રૂપે છો મળ્યા, મારે તો મન આંગણે સુરતરુ, સાક્ષાત્ આજે ફળ્યા... ૨ શ્રી આદીશ્વર શાંતિ નેમિ જિનને, શ્રી પાર્શ્વવીર પ્રભુ, એ પાંચ જિનરાજ આજે પ્રણમું, હેતે કરી હે પ્રભુ, કલ્યાણે કમલા સદેવ વિમલા, વૃદ્ધિ પમાડો અતિ, એવા ગૌતમસ્વામી લબ્ધિ ભરીયા, આપો સદા સન્મતિ...૩
પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિઓ
= (રાગ :- અહંતો ભગવંત ઈન્દ્રમહિતા...) જેના નામ પ્રભાવથી જગતમાં, દારિદ્રય સહેજે ટળે, જેનું ધ્યાન ધરે સદા હૃદયમાં, વાંછિત સર્વે ફળે; ઘરણેન્દ્ર પાવતી નિત પ્રતિ, જેની કરે સેવના, તે શ્રી પાર્શ્વ જિણંદના ચરણમાં, પ્રેમ કરું વંદના...૧ ધૂણીમાં બળતો દયાનિધિ તમે, શાને કરી સર્પને, જાણી સર્વ જનો સમક્ષ ક્ષણમાં, આપી મહામન્ત્રને; કીધો શ્રી ધરણેન્દ્ર ને ભવ થકી, તાર્યા ઘણા ભવ્યને, આપો પાર્થ જિનેન્દ્ર નાશરહિતા, સેવા તમારી મને...૨ |
૧૬૩