________________
કરજોડીને વિનંતિ કરીને, કહી રહ્યો છું તુજને, ક્ષમાનિધિ છો ક્ષમા કરીને, મુકિત આપો મુજને...૬ અનંતજ્ઞાની છો પરમેશ્વર, કાંઈ નથી અજાણ્યું, કહેવું શું શબ્દોમાં મારે, સઘળું આપે જાણ્યું; અનંત કરૂણાના સાગર છો, કરૂણા દષ્ટિ કરજો, અનંત શકિતના હૈ માલિક કષ્ટો, સઘળા હરજો...૭
T
| (૧૪) આ (રાગ :- મૈત્રીભાવનું પવિત્ર ઝરણું...), દાદા પ્યારા સ્વામી સીમંધર, મુજ વંદન સ્વીકારો, દુર્ભાગી દૂર ભરતે વસતો, બાળક આ ઉગારો; ઊઠી પ્રભાતે પ્રણમું પ્યારા, પ્રભુ જી દર્શન દેજો, ચરણ કમલ સેવા દીક્ષા દઈ, ભવસાગર ઉદ્ધરજો...૧ યાચક થઈને હે વીતરાગી, માંગુ એક જ તારી કને, મહાવિદેહ ક્ષેત્રમાં મારે, જાવું સીમંધર સ્વામી કને; આઠ વર્ષની વય થતાં હું, સંયમ લઉં સ્વામીની કને, ઘાતી-અઘાતી કર્મ ખપાવી, ક્યારે પહોંચું હું તારી કને...૨ આ હૈયાની ધરતી ઉપર, ખીલવો પ્રેમના કૂલો, વહાલપની વેલ વીંટડા, આ જીંદગીનો ઝૂલો; સહુને સ્નેહના દાન દઉં હું, એવા આશિષ આપો, ભકિતના ઝરણામાં સહુના, ટળી જાયે સંતાપો...૩ પ્રસન્નતા કાંઈ એવી આપો, ધ્યાન તમારું ધરવું, જ્ઞાન દષ્ટિ કાંઈ એવી આપો, જિનવર દર્શન કરવું; શકિત ભાવની એવી આપો, ભવસાગરને તરવું, અન્તર્યામી હું છું અભાગી, તુમ ચરણે શું ધરવું ?..૪
(
૧૬૧