________________
htt
vo, is, ' (૧૩) ૨૦૧ (રાગ :- મૈત્રીભાવનું પવિત્ર ઝરણું....).
પૂજન અર્ચન ઘણું કર્યું મેં, અર્પણ કાંઈ ના કીધું, કવન ભજન મે ઘણા કર્યા પણ, તુમ શરણું ના લીધું; દેવ ભવનમાં આવ્યો પણ, ના ભક્તિ અમૃત પીધું, હા પ્રભો ! જીવન વીત્યું પણ, અક્ષય કાંઈ ના લીધું...૧ પાપ તણો હું રસીયો ભારે, પાપ ત્યાગ ના કરતો, પાપ ત્યાગની વાતો પર હું, પેટ ભરીને હસતો; પાપી વિચારો, પાપી વાણી, પાપા ચરણે રમતો, , પાપમ વાણા, પાપા વિરતિ ધર્મને મુજ અંતરમાં, અહો પ્રભુ ના ધરતો...૨ 32 ======= દુઃખ ગમે ના મુજને જરાયે, પાપ અધિકાં કરતો, સુખ ગમે છે મુજને નિરંતર, ધર્મ ધ્યાન ના ધરતો; કહો પ્રભુ ! હું કેવો અવળો મુજ હિતને કિમ કરશો ? અપાત્ર હું અધમાધમ ભારે કૃપા હૃદયમાં ધરશો...૩
ઘણા પાપ કર્યા જીવનમાં, એક એકથી ભારે, આસુ ટપકી પડે આંખોથી, યાદ કરું છું ત્યારે; શું થશે, મુજ જઈશ પ્રભુ કયાં ? ભવસાગર છે ભારે, પશ્ચાત્તાપે રડી રહ્યું છે, અંતર આ અત્યારે...૪ દુષ્કર છે. આ ભવસાગરનો, દૂર દૂર કિનારો, ડૂબી જાઉં ના જોજે ભગવંત, હાથ પકડજે મારો; તારા શરણે આવેલાને, મળે નહિ જાકારો, તારા ચરણમાં મૂકી દીધો મેં, અંતરનો એક તારો...૫ અવળી મારી જીવન કરણી, અવળા મારા કર્મો, જગબંધુ દિલમાં નવિ ધરજો, મારા ખોટા કર્મો;
C
I iri tiz
૧૬૭