________________
(૧૨) (રાગ :- મૈત્રીભાવનું પવિત્ર ઝરણું....)
દાદા તારી મુખ મુદ્રાને, અમીટ નજરે નિહાળી રહ્યો, તારા નયનોમાંથી ઝરતું, દિવ્ય તેજ હું ઝીલી રહ્યો; ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો, તુજ મૂર્તિમાં મસ્ત બનીને, આત્મિક આનંદ માણી રહ્યો..૧
। જન્મ અમારો સફલ થયો છે, જિનવર તુજ મૂર્તિ દીઠી, I 4 થઈ જીંદગી સફલ અમારી, વાણી તુજ લાગે મીઠી;
સ્વાન્ત અમારું સફલ થયું છે, પ્રભુ ધ્યાનની લય લાગી, I દર્શન, જ્ઞાનને ચરણ મળ્યાથી, ભવ ભ્રમણા ભીતિ ભાગી...૨ I
અજબ તાહરી મૂર્તિ નિહાળી, અમૃતરસના ઝરણાં વહે, ચાંદથી સોહે સૂરત તાહરી, અનાદિ કર્મોનો બંધ હરે; તેજ ભરેલા નયનો તારા, જુગ જુગ જૂના ભાવ કહે, એ જિનવરના દર્શન કરવા, હૈડું મારું ગહગહે....૩
સુંદર તારી આંગી દીપે, મુખ મુદ્રા અનુપમ ઝલકે, અનુપમ ઝલકે, મૂર્તિ તારી મોહનગારી, શશી સમ તેજે ઝલહલકે; મુખડું તારૂં અતિ સોહામણું, મલક મલક પ્રભુ ખૂબ મલકે, નિર્વિકારી નયનોમાં તુજ, કરૂણા રસના પૂર છલકે...૪
અંતરના એક કોડિયામાં, દીપ બળે છે ઝાંખો, જીવનના જ્યોતિર્ધર એને, નિશદિન જલતો રાખો; ઊંચે ઊંચે ઊડવા કાજે, પ્રાણ ચાહે છે પાંખો, તુજને ઓળખું નાથ નિરંજન, એવી આપો આંખો...૫
૧૫૯