________________
(રાગ :- મૈત્રીભાવનું પવિત્ર ઝરણું)
અનંતજ્ઞાની અંતરયામી, જય હો ત્રિભુવન સ્વામી, અનંત કરૂણાના સાગર છો, કરૂણાનો હું કામી; અનંત શકિતના હે માલિક, ભવની ભ્રમણા ટાળો, મુજ મનડામાં પ્રસન્નતાની પ્રેમળ જ્યોતિ જગાવો...૧
કરું પ્રાર્થના હે પરમેશ્વર, ક્રોધ વાસના હરજો, કરું વિનંતિ હે જગદીશ્વર, માન વાસના હરજો; માયા ને મમતાનું જિનવર, ઉન્મેલન હવે કરજો, લોભ પિપાસાથી હે જિનવર, સદા મને ઉદ્ધરજો....૨
અનંત સુખની શીતલ છાંયડી, મૂકી ભૂલ્યો હું ભવવને, અનંત દુઃખની વાટ મેં લીધી, શું કહ્યું પ્રભુજી તમને; કરૂણા સાગર હે વીતરાગી, માગું એક જ તારી કને, ભવોભવ તારું શરણું હોજો, ભવસાગરથી તાર મને...૩
હે આદીશ્વર દાદા તારી, સેવા ભવોભવ મુજ મળજો, શાસન પણ તારું મને મળજો, કર્મ સમૂહ મારા બળો; શરણું તાહરું સાચું જગતમાં, એ પણ પ્રભુ મુજને મળજો, સમાધિ સદ્ગતિ પ્રાંતે સિદ્ધિ, ભવ કેરા મારા ટળજો....૪ શક્તિ મલે તો સહુને મલજો, જિનશાસન સેવા સારુ, ભક્તિ મલે તો સહુને મલજો, પ્રભુશાસન લાગે પ્યારું; મુક્તિ મળે તો સહુને મલજો, રાગ-દ્વેષ અજ્ઞાન થકી, પ્રભુ શાસન મુજ મલો ભવોભવ, એવી શ્રધ્ધા થાય નકી..૫
૧૫૮