________________
(૧૦). (રાગ :- મૈત્રીભાવનું પવિત્ર ઝરણું)
શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, હૈયું મારું હર્ષ ધરે, મહિમા મોટો એ ગિરિવરનો, સુણતાં તનડું નૃત્ય કરે; કાંકરે કાંકરે અનંતા સિધ્યા, પાવન એ ગિરિ દુઃખડા હરે, એ તીરથનું શરણું હોજો, ભવ ભવ બંધન દૂર કરે...૧ દુઃષમકાલે એ મહાતીરથ, ભવ્ય જીવોનો આધાર ખરે, | જુગ જુગ જૂના સંચિત પાપો, તે પણ હોવે દૂર ખરે; શિવમંદિરની ચડવા નિસરણી, અનંત દુ:ખની રાશિ ચૂરે, નિત્ય પ્રભાતે નમીયે ભાવે, અનંત સુખની આશ પૂરે...૨ સુંદર ટૂંક સોહામણી દીપે, નિરખતાં પાતિકડા ટલે, | આદિ પ્રભુનું અનુપમ દર્શન, કરતાં હૈયું અતિ ઉછળે; ત્રણ ભુવનમાં ઘણું ઘણું જોતાં, ક્યાંયે ના એની જોડ મલે, પૂજ્ય ભાવથી જો જિન પૂજે, તો શિવસુખની આશ ફલે..૩ કરાગા સિન્ધ ત્રિભુવન નાયક, તું મુજ ચિત્તમાં નિત્ય રમો, ચાકરી ચાહું અહોનિશ તાહરી, ભવથી મન મારું વિરમો; શ્રી સિદ્ધાચલ મંડન સાહિબ, તુજ ચરણે સુર નર પ્રણમે,
સમ્યક્ દર્શન હર્ષને આપો, વિશ્વના તારણહાર તમે...૪ 1 વિમલ ગિરિવર દર્શન કરતાં, આજ હરખ અતિ ઉર ઉભરાય, ધન્ય દિવસ ઘડી ધન્ય જીવન મુજ, નિરખી નયના પાવન થાય; પૂર્ણ નવાણું વાર પધાર્યા, પ્રથમ જિવંદ એ તીરથ રાય, ત્રણ ભુવનમાં અનુપમ તીરથ, નમીયે તેહને શીશ નમાય...૫