________________
ન (રાગ :- મંદિર છો મુક્તિતણા) જે અમર શત્રુંજયગિરિ છે, પરમ જ્યોતિર્મય સદા, જલહલ થતી જેની અવિરત, મંદિરોની સંપદા, ઉત્તેગ જેના શિખર કરતા ગગન કે રી સ્પર્શના, દર્શન થકી પાવન કરે, તે વિમલગિરિને વંદના....૧
જયાં સિદ્ધ ભૂમિમાં અનંતા, આતમા મુકિત વર્યા,
જ્યાં નાથ આદીશ્વર નવાણું, પૂર્વ વષ વિચર્યા; તાર્યા ભવિ ભવ સિન્ધથી, દઈને અનુપમ દેશના, દર્શન થકી પાવન કરે, તે વિમલગિરિને વંદના.... ૨
જ્યાં ભવ્ય પ્રતિમા રૂપ અનુપમ, આદિદેવની રાજતી, યાત્રી ઘણા પૂજન કરે, સૌના મનોરથ પૂરતી; નરનારી અંતર ભાવથી નિશ દિન કરે જિન અર્ચના, દર્શન થકી પાવન કરે, તે વિમલગિરિને વંદના ....૩
એ દિવ્યભૂમિમાં અહો, નવ નવ ટૂંક વિરાજતી,
જ્યાં ધવલ શેત્રુંજી સરિતા, વિમલ જલશું છાજતી; રાયણ તરૂ પાવન કરે, જ્યાં સૂરજ કુંડ સોહામણો, દર્શન થકી પાવન કરે, તે વિમલગિરિને વંદના....૪ સિદ્ધગિરિ શણગાર જિનજી, હૈયા કેરા હાર છો, નિજ અંતરે સગુણ ભરવા, ઝંખું હું વારંવાર જો; રગેરગે તારા ગુણો પ્રભુજી, ક્યારે ખીલશે નાથ જો, પ્રભો !દયાસાગર!લાવી કરૂણા, તારી લ્યો નિજબાલ જો..૫ |
૧૫૬