________________
(રાગ : મંદિર છો મુકિત તણા) બહુ કાલ ભવ અટવી વિષે, ભમતાં અહીં આવી ચડ્યો, નરભવ મળ્યો ને નાથ તું પણ પુણ્ય યોગે સાંપડ્યો; ભાગ્ય મળ્યું એકાન્ત હિતકર, સ્વામી શાસન તાહરું, તે નાથ દૂર ના થજો, હું પ્રાર્થના એક જ કરું...૧ હું કદી ભૂલી જાઉં તો, તું મને સંભારજે, હું કદી ડૂબી રહું તો, તું મને ઉગારજે; હું વસ્યો છું રાગમાં, ને તું વસ્યો વૈરાગમાં, રાગમાં ડૂબી રહું તો, રાહ પર લઈ આવજે ....૨ હે નાથ મારી જીવન રૂ પી, નાવડી ભવસાગરે, અટકાઈ રહી છે વિષયના, નશ્વર સુખોની ગાગરે; સુખ બિંદુઓ ક્ષણવારમાં, લઈ જાય છે દુઃખ સાગરે, હે આત્મ ત્યાગી મોહનિંદ, ને કાંઈક હવે તું જાગ રે..૩
છોડીશ નહિ તારો છેડલો, જુગ જુગ જૂની આ વાત છે, જન્મોજનમની પ્રીતનો, ધડકન ભર્યો રણકાર છે ; ભૂલો હશે ભૂલી જાઓ, તેમાં તમારી વડાઈ છે, મારા છો માની જાઓ, આ તો મહોબતમાં તકરાર છે....૪ જેના ગુણોના સિંધુના, બે બિંદુ પણ જાણું નહિ, પણ એક શ્રદ્ધા દિલમહીં, મુજ નાથ સમ કો છે નહિ; જેના સહારે ક્રોડ તરિયા, મુકિત મુજ નિશ્ચય સહી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ....૫