________________
(રાગ : મંદિર છો મુક્તિ તણા) હે નાથ નિર્મલ થઈ વસ્યા છો, આપ દૂર મુક્તિમાં, તોયે રહ્યા ગુણ ઓપતા, મુજ ચિત્તરૂપી શુકિતમાં; અતિ દૂર એવો સૂર્ય પણ શું આરસીના સંગથી, પ્રતિબિંબ રૂપે આવીને ઉદ્યોતને કરતો નથી. ૧
જાવું નથી જોવું નથી, જિનરાજ વિણ જીવવું નથી, તારા ગુણોના ગીતડા, ગાયા વિના ગમતું નથી; ઉપકાર તારો શું ભૂલું, તે શરણું દીધું પ્રેમથી, પ્રેમલ નિશ્ચય છે માહરો, તુજ બંદગી એ જિદંગી. ૨
અરિહંત હે ભગવંત તુજ પદ, પદ્મ સેવા મુજ હજો, ભવભવ વિષે અનિમેષ નયને, આપનું દર્શન થાજો; હે દયાસિંધુ, દીનબંધુ, દિવ્ય દૃષ્ટિ આપજો, કરી આપ સમ સેવકતણાં, સંસાર બંધન કાપજો. ૩ જેમ સૂર્ય વિણ ના કમલ ખીલે, તેમ તુજ વિણ માહરી, હોવે કદી ના મુકિત ભવથી, માહરી છે ખાતરી; જેમ મોર નાચે મેઘ જોઈ, તેમ જોઈ આપને, નાચી રહ્યો હરખાઈ હું, મનમાં ધરી શુભ ભાવને...૪
હે પૂજ્ય તુમ પૂજા કરીને, પરમપદ ને પામશે, પિતા મળ્યા જિનવર સમા, વારસ બનીને શોભશું; તારી પ્રતિમા થઈ જવાની, હોંશ મુજ હૈયે ઘણી, પ્રતિમા ભલે ના બની શકું, તોય પુષ્પ બનું એ માગણી.૫
૧૫૪