SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) (રાગ - મંદિર છો મુક્તિતણા) કહું ? હે ત્રણ ભુવનના નાથ, મારી કથની જઈ કોને કહું કાગળ લખ્યો પહોંચે નહીં, ફરિયાદ જઈ કોને કરું ? તું મોક્ષની મોઝારમાં, હું દુઃખ ભર્યા સંસારમાં, જરા સામું પણ જુવો નહીં તો, ક્યાં જઈ કોને કહું....૧ વા હું સ્પષ્ટ બોલું તુજ કને, છે તાહરું શરણું મને, આ લોકમાં કે સ્વપ્નમાં, નવિ ચાહતો હું અન્યને; નાથ મારા પ્રાણના, મુજ માત-તાત સત્ય જીવિત બન્યું ગુર, વલી દેવ સાચા છો તમે... તમ, હે મુજ સત્ય સંસાર રૂપી મહાટવીમાં, સાર્થવાહ પ્રભુ તુમે, મુક્તિ પુરી જાવા તણી, ઈચ્છા અતિશય છે મને; આશ્રય કર્યો તેથી પ્રભુ તુજ, તોય આન્તર-તસ્કરો, મુજ રત્નત્રય લૂંટે વિભો, રક્ષા કરો ? રક્ષા કરો ?....૩ નિઃસીમ કરુણાધાર છો, શરણ્ય આપ પવિત્ર છો, સર્વજ્ઞ છો નિર્દોષ છો ને, સર્વ જગના નાથ છો, હું દીન છું. હિંમત રહિત થઈ, શરણ આવ્યો આપને; આ કામ રૂપી ભિલ્લથી, રક્ષો મને રક્ષો મને....૪ આત્મા તણા આનંદમાં, મશગૂલ રહેવા ઈચ્છતો, સંસારના દુઃખ દર્દથી, ઝટ છૂટવાને ઈચ્છતો; આપો અનુપમ આશરો, હે દીનબંધુ ! દાસને, શરણે હું આવ્યો આપના, તારો પ્રભુ ! તારો મને...૫ મ ૧૫૨
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy