________________
ભવિ જીવને દઈ દેશના, હું ધર્મનાં સિંચન કરું, અણસણ કરી ક્યારે પ્રભુ, નિર્લેપ થઈ મુક્તિ વ. ૬
FE
(૪) (રાગ : મંદિર છો મુક્તિતણા)
ની મારામાં લ માણસા
I
કોર
જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે; પીયે મુદા વાણી સુધા, તે કર્ણયુગને ધન્ય છે, તુજ નામ મંત્ર વિશદ ધરે, તે હૃદયને પણ ધન્ય છે. ૧ હે દેવ તારા દિલ મહીં, વાત્સલ્યના ઝરણા ભર્યા, હે નાથ તારા નયનમાં, કરુણા તણાં અમૃત ભર્યા; વીતરાગ તારી મીઠી-મીઠી, વાણીમાં જાદુ ભર્યા, તેથી જ તારા ચરણમાં, બાળક બની આવી ચડયા. ૨ રૂપ તારું એવું અદ્ભુત, પલક વિણ જોયા કરું, નેત્ર તારા નીરખી-નીરખી, પાપ મુજ ધોયા કરું; હૃદયના શુભ ભાવ પરથી, ભાવમાં ભાવિત બનું, ઝંખના એવી મને કે હુંજ તુજ રૂપે બનું. ૩
મુજ નેત્ર રૂપ ચકોર તે, તું ચન્દ્ર રૂપે સાંપડ્યો, તેથી જિનેશ્વર આજ હું, આનન્દ ઉદધિમાં પડ્યો; જેમ ભાગ્યશાળી હાથમાં, ચિંતામણિ આવી પડે, કઈ વસ્તુ એવી વિશ્વમાં, જે તેહને ના સાંપડે ....૪ INSTAGR ગિરુઆ ગુણો તારા કેટલા, ગુણ સાગરો ઓછા પડે, રૂપ લાવણ્યતા કેટલી, રૂપ સાગરો ઝાંખા પડે; સામર્થ્ય એવું અજોડ કે, સૌ શક્તિઓ ઝાંખી પડે, તારા ગુણાનુવાદમાં, મા સરસ્વતી ઓછી પડે....૫
૧૫૧