________________
'
ક નિ (૩) કોઈ
(રાગ - મંદિર છો મુક્તિતણા) જ્યારે પ્રભો તુજ સ્મરણથી, આંખો થકી આંસુ ઝરે, ક્યારે પ્રભુ તુજ નામ વદતાં, વાણી મુજ ગર્ગદ બને; ક્યારે પ્રભુ તુજ નામ સ્મરણે, દેહ રોમાંચિત બને, કયારે પ્રભુ મુજ શ્વાસે શ્વાસે, નામ તારું સાંભરે.૧ જ્યારે પ્રભુ તુજ દ્વાર ઊભા, બાળને નિહાળશો ? નિત નિત માંગું ભીખ ગુણની, એક ગુણ કબ આપશે; શ્રદ્ધા દિપકની જ્યોત ઝાંખી, જવલંત ક્યારે બનાવશો ? સૂના સૂના મુજ જીવન ગૃહમાં, આપ ક્યારે પધારશો ? ૨ ક્યારે પ્રભો તુમ ચરણમાં, આલોટતા મુજ મસ્તકે, તુમ પાદ પદ્મ કલી તણી, આણીથી થતા શુભ લહરકે; તું દાસ છે ને ભવ્ય છે, વરબોધિ વરવા યોગ્ય છે, એવું લખાશે એજ એકજ, વાક્યની અભિલાષ છે. ૩ કયારે પ્રભો સંસાર કારણ, સર્વ મમતા છોડીને, આજ્ઞા પ્રમાણે આપની, મન તવજ્ઞાને જોડીને; રમીશ આત્મ વિષે વિભો, નિરપેક્ષ વૃત્તિ થઈ સદા, તજીશ ઈચ્છા મુકિતની, પણ સન્ન થઈને હું કદા. ૪ જ્યારે પ્રભુ નિજ દેહમાં, પણ આત્મ બુદ્ધિને તજી, શ્રદ્ધા જલે શુદ્ધિ કરેલ, વિવેકને ચિત્તે સજી; સમ શત્રુ મિત્ર વિષે બની, ન્યારો થઈ પરભાવથી, રમીશ સુખકર સંયમે, જ્યારે પ્રભો આનંદથી. ૫ વૈરાગ્યના રંગો સજી જ્યારે પ્રભુ સંયમ ધરું, સ ગુરુના ચરણે રહી સ્વાધ્યાયનું શું જ ન કરું,
૧૫