________________
ચાર શરણ વિનાનો સ્વામી, આજ લગી હું અનાથ; ચાર શરણ સ્વીકારી આજે, બનવું મારે સનાથ. મુજને. ૩ અરિહંત સિદ્ધ સુસાધુને ધર્મનું, શરણું ગ્રહું છું આજ પંચની શાખ કરી આરાધન, ભવજલ તરવા જહાજ, મુજને. ૪ એ શરણાથી ભુજ તન, મન ને ભવના રોગ પલાય; આતમ મારો સદ્ગતિ ક્રમથી, શિવ સુખ સ્વામી થાય. મુજને. ૫ પ્રેમે ચાર ચરણ સેવનથી, પ્રગટે ભુવનભાણ, જો ‘જગવલ્લભ' સુખ સંગી બનશું, આરાધી તુજ આણ. મુજને.૬
: ચાર શરણની થોય : ડેરી વિકાસ
પહેલે અરિહા સિધ્ધ નિરંજન બીજે શરણે ધારોજી, સાધુ શરણે ત્રીજે ગ્રહીએ, ચોથે ધરમ અવધારોજી; ચાર કષાય ગતિ ચઉ વારક સંજ્ઞા ચાર નિવારેજી, એ ચઉ શરણે ભાવે રહેતાં, ભવજળ પાર ઉતારેજી.
T
(ા (૨) દુષ્કતગહનું ચૈત્યવંદન હિંસા મૃષાને ચૌર્યાદિ દાવે, મૈથુન ને સંગ્રહનાં વિભાવે; જે પાપ કીધા શિવરોધકારી, દુષ્કતગહ કરું આજ ભારી. ૧ | પ્રચંડ ક્રોધાદિક ચાર યોગે, ને રાગ દ્વેષાદિકનાં પ્રયોગે; કલહાદિ કીધા શિવપંથવારી, દુકૃતગર્તા કરું આજ ભારી. ૨ i જે આળ ચાડી અરતિ રતિના, નિંદા મૃષા માય મિથ્યામતિના; અઢાર પાપ કીધલા અપારી, દુષ્કતગહ કરું આજ ભારી. ૩ | આપ્યાદિ પ્રેમે શરણે રહીને, ભુવનેકભાન હૃદયે વહીને; ; જે ધર્મને “વલ્લભ' મોક્ષકારી, દુષ્કૃતગર્તા કરું આજ ભારી. ૪ |
( ૧૪૩