________________
ભક્તો તણા સકલ કામિત પૂરણાા, વાંઘો શિવાત્મક તને અબ પૂર્ણ થાવા. ૯૪ મુ
ભદ્રા સુજાત સુકુમાલ અવંતિ નામે, ઉજ્જૈનમાં પરમ પાર્શ્વજિનેન્દ્ર ધામે; રાત્રે બજાવત સુરા તલતાલતંતી, પંચાંગથી નમન હો તુજને અવંતી. ૯૫ હાસામ તીર્થપ અલૌકિક પાર્શ્વ જાણું, નિશ્ચે અલૌકિક વિભો તુજને પિછાણું; ઉત્કીર્ણ સર્પ તુજ પાદ વિષે નિહાળી, પામ્યો હું હર્ષ પરમેન્દુ અઘો પખાળી. ૯૬
स्तुतः पार्श्वमक्षीश्वरो कामदोऽस्तु, नुतो नाथसर्वोपसर्गान्तकोऽस्तु । નમો માથુરીપાર્શ્વપદ્રુમાય, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તે રૂા
હે પાર્શ્વનાથ ! પરમેશ્વર ! મક્ષીનામી,
છો માલવા વિષયમાં પર મક્ષીધામી; પામી પ્રકાશ-પરચાપ્રદ આપ છાયા, Spor લાગી હવે મુજ મને તુજ એક માયા. ૯૭
પાર્થો પસર્ગહર નામ નમીશ મોટો, શોધ્યો ન નાથ જડતો જગ આપ જોટો; શ્યામાંગ નામ તુજને નિજ અંગધારે, ને વિશ્વમાં તુજ ઘણો મહિમા વધારે. ૯૮ કલ્પદ્રુમાખ્ય વર સિદ્ધિદ ! પાશ્ર્વતારૂં, આધિક્ય કલ્પતરૂથી પણ ચિત્ત ધારૂં; શ્રદ્ધેય હે ભવિતણા મથુરાપુરીમાં, સેવી સુભક્ત વરતા પદવી ગરીમા. ૯૯
૧૨૬
6