________________
ભૂપાલ સંપ્રતિ તણા શુભ ભાવ જેમાં જોયા પછી નવિ ભલે મનડું કશામાં, ૭, હે અપ્રમેય ! તુજ નામ અમીઝરા છે, શ્રદ્ધા ધરી ભગતલોક તને જ વાંછે; ગંધાર ભૂષણ વિભો ! હૃદયે પધારો, સંસાર સાગર થકી પ્રભુપાર્શ્વ તારો. ૮ દર્શાવતી નગરનો પ્રગટ પ્રભાવી, અતિ : દર્ભાવતીશ્વર ! વિખેર બળો વિભાવી; આત્માતણા અગમ બાર ઉઘાડ આવી,
હે પાર્શ્વનાથ ! પડિમા તુજ ચિત્તભાવી. ૯ नमो लोढणाय प्रसिध्धिप्रदाय, नमो निर्मलायानिशं सौख्यदाय। | નમ: સ્તંભતીર્થે સT મનાય, નમો, નમો, નમસ્તે, નમસ્તે
વાય ! લોઢણ મનઃસ્થિતિ નામ ધારું, લોભે સદા ભવિકને પ્રિય દર્શ તારું; પદ્માસનાઈ તુજ શામળવાન કાયા, દુષ્કર્મ ઓઘ હરવા પ્રણમું સવાયા. ૧૦ છાયાપુરી નગર નાથ નિરંજનાજી, પુણ્ય ગ્રહી વિમલ પાર્શ્વ થયો હું રાજી; દોષો હરે સકલ દર્શન નાથ તેરા, ડી આત્મા ભયો વિમલ દર્શ થકી ભલેરા. ૧૧ શેઢી થકી અરૂજદેવ પડિમ લાધી, નાગાર્જુને કઠિણ સોવનસિદ્ધિ સાધી; તે પાર્શ્વતંભન જિનેન્દ્ર પખાલ નીરે, કુષ્ઠાદિરમ્ નવિ રહે ભવના લગીરે. ૧૨
૧૮૯