SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૮) જાલોરગઢ-મહાવીર જાલોરપુરનો ગઢ છે મજાનો, જ્યાં વીર વહાલો ગુણનો ખજાનો; આવ્યો પ્રભુ હું અબ તારી પાસે, સેવું તને હું પ્રતિ વ્યાસ શ્વાસે.૭૮. | (૭૯) યોગીનીપુરતીર્થ-આદિનાથ. યોગીનીપુરે મહાયોગી બેઠા, યોગી સુભોગી મનમાંહિ પેઠા; a દેવાધિદેવા મુજ ચિત્ત ભાયા, આદીશ દીઠ પાપો પલાયા. ૭૯ I શ્રી અયોધ્યાતીર્થ-આદિનાથ. કલ્યાણ હંતા ઓગણીશ પુરા, નગરી અયોધ્યાપતિ છો સતૂરા; ઋષભાદિદેવા કરું આપ સેવા, યાચું પ્રભુ દ્યો શિવસૌખ્ય મેવા. ૮| (૮૧) નાસિકતીર્થ-પાર્શ્વનાથ. ચાલો હવે નાસિકપુર ગામે, ચિંતામણી પારસ પુણ્ય ધામે; છે નીલવર્ણા મુરતિ પ્રભુની, પૂજી સીતાએ ઘણી તેહ જૂની. ૮૧ (૮૨) શ્રી પ્રભાસ પાટણતીર્થ-ચંદ્રપ્રભસ્વામી સીતા સતીએ છ રી પાળી આવી, ઉદ્ધાર કીધો જ હિત ભાવી; . પ્રભાસતીર્થપતિ તે જુહારું, ચંદ્રપ્રભો ! છો ભવનીરતારું. ૮૨ (૮૩) ચંપાપુરીતીર્થ-વાસુપૂજ્યસ્વામી ચંપાપુરીમાં સહુ કર્મ વામી, શ્રી વાસુપૂજ્ય જિન શિવ પામી; પવિત્ર કીધી ધરતી રૂપાલી, પૂજી વરું ત્યાં સઘળી સુખાલિ. ૮૩ (૮૪) નાગેશ્વરતીર્થ-પાર્શ્વનાથ છે નીલવણ નવ હાથ પૂરી, ભક્તો તણા વાંછિતદાન શ્રી; ; પડિમા તમારી નાગેશ્વરજી, પાર્શ્વ પૂજંતા દિલ થાય રાજી. ૮૪ T ૧૦૩
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy