________________
(૭૧) લાલદુર્ગતીર્થ-પાર્શ્વનાથ
હું જ્યાં રંગ લાગે પ્રભુ ભક્તિ કેરો, તે લાલદુર્ગે પ્રભુ પાર્શ્વ ડેરો; વાંછા વિદારે સહુ કામ કેરી, પૂજી હું ટાળું સહુ કર્મ વૈરી. ૭૧ (૭૨) નાગોરતીર્થ-નવરેખ પાર્શ્વનાથ
નાગોરનામે અપરાભિધાને, અહિચ્છત્રપુરે પુણ્ય પ્રધાને; | નવરેખ નામે જિનપાર્શ્વ વંદો, પૂજી પ્રભુને ભવદુઃખ ખંડો. ૭૨ | (૭૩) મેત્રાણાતીર્થ-આદિનાથ
છે ધાણધારે અતિલાલ રંગે, નાભેય નોખો મેત્રાણ અંગે; । યાત્રિક આવી બહુ લાભ લેતા, વંદું વિવેકે જિન કર્મજેતા. ૭૩ । (૭૪) રત્નપુરીતીર્થ-ધર્મનાથ
ધર્મેશ તારા કલ્યાણકારી, કલ્યાણ ચારે અતિ ઉપકારી; । તે રત્નપુરી ધરતી જુહારું, પૂજી પ્રભુને પાતિક ટાળું. ૭૪ ૐ (૭૫) યેવલાતીર્થ-અવંતી પાર્શ્વનાથ
•
નામે અવંતી સહુ ગુણખાણો, છે યેવલામાં પાર્થેશ રાણો; ભાવે ભજંતાં ચરણે હું લાગું, પ્રેમે પૂજીને ભવ પાર માંગુ. ૭૫ (૭૬) નાગહૃદતીર્થ (મેવાડ)-શાંતિનાથ.
પૃથ્વી મજાની જે દેશકેરી, તે મેદપાટે શાંતિ અનેરી; I નાગહૃદાગ્યે શુભતીર્થધામે, શ્રીશાંતિદેવા ભયે પ્રકામે. ૭૬ (૭૭) માતર તીર્થ-સુમતિનાથ
| માતર તીર્થે પ્રભુ આપ મૂર્તિ, દે દર્શકોને દિલમાંહિ સ્ફૂર્તિ; 1 પરચા તમારા આજે ય રાજે, સુમતિ સ્તવું હું દિલના અવાજે.૭૭
१०२