________________
(૬૪) ‘વ’ વડગામ-આદિનાથ તા જ્યાં દોય રૂપે દીપ પ્રકાશી, અહોનિશ દ્રવ્યભાવ વિકાશી; ITI | વડગામ તીર્થેશ્વર આદિનાથ, ભવતીર જાવા પકડયો મેં હાથ. ૬૪
(૬૫) ઈ ઈલાદુર્ગ-શાંતિનાથ ઈડરગઢમાં મઢ એક મોટો, બાવન ચેય નહિ જાસ જોટો; ત્યાં સંઘશાંતિકર દેવ શાંતિ, પૂજી તને હું તજું ભવભ્રાંતિ. ૬૫
(૬૬) “મ” મંડપદુર્ગ-સુપાર્શ્વનાથ મંડપદુર્ગે સ્વામી સુપાસ, ભેટું તને હું ધરી ઉર આશ; સપ્તમ જિનેન્દ્ર ભય સાત ટાળો, નિર્મમ નેહે ભવ મુજ ગાળો. ૬૬/
(૬૭) “ગ” ગજપુર-શાંતિ-કુંથુ-અર જિન શાંતિ-કુંથુ-અરનાથ તારા, ગજપુરતીર્થે કલ્યાણ બારા; | આદીશ વંદુ તપધર્મ યોગી, પુણ્ય પૂજંતા ન હિ કર્મયોગી. ૬૭
(૬૮) “લં” લક્ષ્મણીતીર્થ-પદ્મપ્રભુ ! માલવની જ્યાં ધરતી વિરામે, પદ્મપ્રભુ ત્યાં લક્ષ્મણી ધામે; i યાત્રી ઘણા યે દિન રાત આવે, થઈ એક ચિત્તે તુજ ગુણ ગાવે. ૬૮
(૬૯) ઋજુવાલુકાતીર્થ-મહાવીર સ્વામી | મહાવીર તારી મૂરતિ મજાની, વંદું વિવેકે ગુણની ખજાની; i કૈવલ્યભૂમિ ઋજુવાલુકાએ, દે સાદ શિવનો જીવને બધાયે. ૬૯
(૭૦) મુંડ સ્થળ-મહાવીર સ્વામી મુંડ સ્થળે સહુ સુખની હવેલી, ખગ્રાસને છે મૂરતિ ઉભેલી; મહાવીર કેરી અમીય ભરેલી, વંદું સદા વાંછિત દાન હેલી. ૭૦ |
૧૦૧