________________
| (૫૭) “સ” સમળીવિહાર-મુનિસુવ્રત | સમળીવિહારે મુનિસુવ્રતેશ, ભૃગુકચ્છપુરે પ્રણમું વિશેષ; જ્યાં અશ્વ બોધ કરવા પધાર્યા, પુણ્ય પૂજંતા મુજ પાપ હાર્યા.૫૭ /
(૫૮) ‘બે વેલાર તીર્થ-આદિનાથ - ચાલો હવે સૌ વેલારગામે, પરચા પૂરતા ઋષભેશ ધામે; પૂજી સ્તવીને જિન આદિદેવા, માંગું ભવોભવ તુમ એક સેવા.૫૮ |
(૫૯) ‘સિં’ સિંહપુરી-શ્રેયાંસનાથજી ભવ્ય જીવોને દીયે પ્રેય ઢેરા, દાનેશ્વરી જે સહુ શ્રેય કેરા; કલ્યાણભૂમિ તુજ સિંહપુરી, શ્રેયાંસદેવા કરું ભક્તિ ભૂરિ. ૫૯
| (૬૦) ‘૫” પરોલી તીર્થ-નેમિનાથ | પંચોપચારી અષ્ટોપચારી, સર્વોપચારી કરતાં ઉદારી; શ્રી નેમિનાથ પ્રભુ નિર્વિકારી, પૂજો પરોલી તીર્થાધિકારી. ૬૦ |
(૬૧) “ઢ” ઢવાણાતીર્થ નામે ઢવાણા ગામે ગવાણા, પૂજે પ્રભુને નરેદેવરાણા; પંચાંગથી હું પ્રણમું દયાળુ, ઘો મોક્ષ મોહે સેવ્યો માયાળુ. ૬૧
(૬૨) “મં’ મંડલિકપુર-ગાડલિયા પાર્વ | મંડિલકપુરે કરે સુરસેવ, હે ગાડલિયાભિધ પાર્શ્વદેવ! નાની છતાં યે નહિ જેહ છાની, પ્રેમે પૂજું હું મૂરતિ મજાની. ૬૨ |
Sછે (૬૩) “હ” હસ્તિગિરિ-આદિનાથ ચક્રી ભરતનાં હાથી ઘણાયે, સુરલોક પામે હસ્તિગિરિયે; તે તીર્થધામે ગિરિરાજ ટુંકે, નાભેયને સૌ નર સુર ઝૂકે. ૬૩
૧૦૦