________________
(૧૫) ‘આ’ આરાસણા-નેમિનાથ
આરાસણાની ધરતી સુખાલી, છો નેમિદેવા ધરતા ગુણાલી; કાળાશ રંગે નહિ દોષ અંગે, બનવા વિરાગી પ્રણમું ઉમંગે. ૧૫ (૧૬) ‘ય’ યશનગર (કેકીંદ) -ચંદ્રપ્રભુજી
છે મારવાડે અતિ અભિરામે, કેકીંદ નામે યશપુર ગામે; પરચા પૂરે ત્યાં ચંદ્રપ્રભુજી, વાંદી લહું હું પુણ્યની પુંજી. ૧૬ (૧૭) ‘રિ’ રીંછેડતીર્થ-પાર્શ્વનાથ
રીંછેડકેરી રમણી ધરિત્રી, પાર્થેશ આપે કીધી પવિત્રી; । તિમ હી મને પાવિત નાથ કીજે, સમરું તને હું મુજ દોષ છીજે. ૧૭ (૧૮) ‘યા’ યાદવપુર-નેમિનાથ
પ્રેમે સદાયે પ્રણમે ભૂપાલિ, હે નેમિ ! તારી પડિમા રૂપાલી; તે યાદવોનાં પુરનાં પ્રતાપી, પ્રાણેશ ! પૂજું બનવા અપાપી.૧૮ (૧૯) ‘ગં’ નંદકુલવતી-આદિનાથ નેમિનાથ.
જ્યાં દોય ઊચા ગઢ મતવાલા, બેઠા જિહાં બે જિન રખવાલા; ને નાડલાઈ તીરથે હું જાઉં, આદીશ-નેમિ નમી હર્ષ પાઉં. ૧૯ (૨૦) ‘ન’ નદબઈ તીર્થ-મહાવીર સ્વામી
| નમો નમસ્તે મહાવીર સાંઈ, નદબઈ ધામે તુમચી વધાઈ; સૌ કર્મ યુધ્ધ થઈ યોધ લાગ્યું, હે વીર ! હું તો વીરતા જ માંગું. ૨૦ (૨૧) ‘મો’ મોહીતીર્થ-પાર્શ્વનાથ
I મેવાડ દેશે શુભઠાણ મોહી, ત્યાં પાર્શ્વમૂર્તિ મુજ ચિત્ત મોહી; તીથેશ્વરા હે ભવ તીર જાવા, પૂજી તને હું ગ્રહું ભક્તિલ્હાવા. ૨૧
૯૪