SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ . (૨૨) “ઉ” ઉપકેશપુર-મહાવીર 1 કંચનવર્ણી કમનીયકાયા, શ્રીવીરની છે સુખકાર છાયા; ET | નોખી અનોખી પ્રભુની કહાણી, ઉપકેશપુરે પરચા પુરાણી. ૨૨ (૨૩) “વ” વરમાણતીર્થ-મહાવીર | હું વીર વીર વીર એમ બોલું, નામ નદીમાં દિલડું જબોળું; | વરમાણ જીવિત સ્વામી વધાવું, પાપો પખાળીને પાવન થાઉં. ૨૩/ (૨૪) ઝા’-ઝાકોડાજી શાંતિનાથ બહુ પુણ્યયોગે જસ સેવ લાધે, સેવ્યા થકી તે નિજ શાન વાધે; 1 ઝાકોડનાના શુભ તીર્થનેતા, તે શાંતિદેવા પ્રણામો પ્રણેતા. ૨૪ i (૨૫) ‘યા’-યાદગિરિ-સુમતિનાથ ' છે યાદગિરિ ધરતી મઝારી, શ્રી મંગલય ભવતીરકારી; $ . | સન્મતિ પામું તુજ પૂજતાથી, માંગું ભવોભવ પ્રભુ તું જ સાથી. ૨૫ II (૨૬) સં’ -નાંદગિરિ-પાર્શ્વનાથ છે નાંદગિરિ નમણો મજાનો, ડુંગર ઉપર ગુણનો ખજાનો; પાર્થેશ બેઠો પરચો બતાવે, આજે ય જોતાં દિલ હરખાવે. ૨૬ : (૨૭) ‘ન' નરોડાતીર્થ-પદ્માવતી પાર્વ. પદ્માવતી પારસદેવ પામી, આજે થયો હું શિવનો જ કામી; નગરી નરોડા પુણ્ય પ્રતાપી, પરચા પૂરતા પ્રભુ જાપ જાપી. ૨૭ , (૨૮) “મો”-મોઢેરા -મહાવીર જ્યાં બપ્પભટ્ટસૂરિજી ઉપાસે, શ્રી વીર કેરી પડિમા પ્રકાશે; તે તીર્થ મોઢેરક નામ ધામે, વંદુ વિભુને શિવલબ્ધિ કામ. ૨૮ ================= ૯૫
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy