________________
વીર-પ્રવચન
નિકાચિત કર્યું. અવસાન કાજે જે લેખના પૂર્વક સમાધિ સાધી તે આજે પણ રોમાંચ ખડા કરે તેવા ઉંડા રહસ્ય વાળી લાગે છે.
I
દશમાં પ્રાણી કલ્પમાં દેવપણની રિદ્ધિ પામ્યા. એ છવીશમે ભવ, આ રીતે શ્રી મહાવીર પ્રભુના પૂર્વ જન્મમાં આપણે ડેકિયું કરી ચૂક્યા. પ્રારંભમાં નયસાર, સરળ ગામડીઆના જીવનમાંથી ઉત્તમ નિમિત્તના યોગથી એકદમ કેટલી ઉત્ક્રાંતિ કરે છે તે આપણે એના મરિચી જીવનમાં જોયું. આમ છતાં એ પ્રગતિમાં ઉંડે સમ્યકજ્ઞાન ઉચિત પ્રમાણમાં ન હોવાથી કષ્ટ દેખતાં જ આત્મા શિથિલતાનું શરણુ લે છે, અને પછી તે એક પગલું ચુકનાર જેમ ગબડવા માંડે તેમ ગર્વ, કુલીનતા અને ઉત્સુત્ર પ્રરૂપણના ભયંકર વટાળીયામાં અટવાય છે. કર્મના અચળ સિદ્ધાન્તમાં ચક્રીપુત્ર કે તીર્થંકર પૌત્રની જરા માત્ર હે કામ લાગતી નથી એટલે બંધન પછી પરિપાકને કાળ આવતાં જે સ્થિતિ થાય છે તે આપણે જોઈ. જ્યાં પ્રવજ્યા સ્વીકારી કઈક. ઉપર આવવા યત્ન વિશ્વભુતિ ભવમાં આરંભે છે ત્યાં તે અભિમાન અશ્વાર થઈ પુનઃ નિયાણના બંધનરૂપે પાછો ભવટનના અગાધ ગર્તામાં હડસેલે છે. આમ બરાબર ટીપાતા, કુટાતા, જ્યારે તે આત્મા તપ તપીને, જ્ઞાન સુધાનુપાન કરીને, સમતા રસના ઘુંટડા ગળી જઈને, બાહ્ય શત્રુઓમાંથી મન ખસેડી લઈ ખરા એવા અત્યંતર રિપુઓની સહ બાથ ભીડવામાં દ્રઢતાથી રોકાય છે ત્યારે જ રખડપટ્ટીમાંથી તે ઉંચો આવી સત્યના દર્શન કરે છે. પછી જ એની સાધનામાં પૂર્ણપણે મંડી જાય છે. સ્વપરના કોયડા ઉકેલવા માંડે છે.' અને નંદન ભવમાં એને સંપૂર્ણ પ્રતિતી થઈ જાય છે કે હવે જ મને ખરે માર્ગ લાગ્યો છે અને સાથે સમજી લે છે કે હજુ મારે અરિદળની વિસ્તૃત છાવણીમાં થઈને માર માર્ગ કાપવાને છે છતાં અંતર સાક્ષી પૂરે છે કે એ કરી શકવા જરૂર હું શક્તિવાન થઈશ. આમ સુખ દુઃખના ચક્રે ચડેલ નયસાર, ગ્રામવાસી છતાં આત્મબળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com