________________
વીર-પ્રવચન
શકે. એ માટે જ એક સ્થાને દાન-શીલ–તપ અને ભાવરૂપ ચાર પ્રકારે ધર્મનિરૂપણ કરાય છે, છતાં મુખ્યતા તે ભાવની જ છે. પરિણામની ધારા ભાવનાપર અવલંબે છે એટલે જ ઉક્ત ચારમાં પ્રથમના ત્રણ કરતાં એનું સ્થાન શ્રેષ્ઠ છે. ભાવનાના અદ્દભુત બળ આગળ દ્રવ્યસંખ્યા, આચાર વિશિષ્ટતા કે તપાનુષ્ઠાન ગૌણ બને છે. “આત્મા અને કર્મ' અથવા તો ચેતન અને જડ અગર તે Soul and Matter સબંધમાં અરિહંત ધર્મમાં જેટલું કહેવાયું છે તેટલું અન્યત્ર નહી જડે. સુખની વ્યાખ્યા પચરંગી છતાં ખરું સુખ તે આત્મિકજ છે અને એની પ્રાપ્તિમાં બહારના સાધને કરતાં, મૂળ એ આત્માના પિતાના ઘરના છતાં અનાદિ કાળથી કર્મરૂપી આવરણેથી ઢંકાયેલા જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ આંતરિક ઉપચારે ઘણું કરી શકે છે. તેથી જૈન દર્શનકારે “આત્મા” અને “કર્મ' રૂપ ઉભય વિષયમાં અતિ બારીકાઈથી છણાવટ કરી એવું તે સરસ અજવાળું પાડ્યું છે કે એના અભ્યાસકને મુક્ત કંઠે પ્રશંસા કરી કહેવું પડે કે આ દર્શન અન્ય દર્શનમાં અદ્વિતીય છે.
જૈન ધર્મના મુખ્ય બે ભાગ પાડવામાં આવ્યા છે. (૧) સાધુધર્મ (૨) શ્રાવક ધર્મ. જેઓ સંસારને સર્વથા છેડી દઈ, કેવળ આત્મ કલ્યાણ અર્થે જ રચ્યા પચ્યા રહેવાનું સ્વીકારે તેમનો સમાવેશ સાધુ વિભાગમાં થાય છે.
પણ સૃષ્ટિને મોટે સમુદાય આ નિયમથી પર હોય છે તેને સંસારની માયા એકદમ છોડવી કપરી લાગે છે, તેવામાં સારું ધર્મના નિયમેની સંકલના એ બીજો શ્રાવક ધર્મ.
ખુદ પરમાત્મા મહાવીર દેવ કહે છે કે ઉભય માર્ગો પરમાત્મપદની સિદ્ધિ થઈ શકે છે. એ વાત ઉભય માટે અંક્તિ કરેલી પ્રતિજ્ઞાઓથી પણ સમજી શકાય છે કેમકે પરસ્પર ઘણું સામ્ય તેમાં રહેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com