________________
૩૪]
વીર–પ્રવચન
કર્યા વગર સ્વશક્તિ અને પ્રાપ્ત કરેલ બુદ્ધિ પ્રભાવ અનુસાર મનુષ્ય ગણની સમજ શક્તિ પર દૃષ્ટિ ફેંકી, એને યોગ્ય ભાષા–અલંકાર સજાવી, રજુ કરે છે.
રયારૂવાદ શૈલીની અલૌકિકતા એ છે કે તે કોઈ પણ વાતને સર્વથા નિષેધતી પણ નથી તેમ કેવળ એનું સમર્થન પણ નથી કરતી. જૂદી જૂદી અપેક્ષાથી વસ્તુમાં રહેલ સ્વભાવ પ્રમાણે એનું પ્રથક્કરણ કરી સાર ગ્રહણ કરે છે. ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓથી એ શૈલીદ્વારા સત્યની તારવણી થઈ શકે છે. તેથી જ એને “અનેકાંતવાદ” પણ કહેવામાં આવે છે. એનું સંપૂર્ણ સ્વરૂપ જાણ્યા વગર કેટલાક તેને અનિશ્ચિતવાદ કહે છે પણ તે સર્વથા ખેટું છે. એમાં ઉંડુ અવગાહન કરનાર માટે પ્રચલિત પંથના ઝગડા કિવા માન્યતા ફેરે જેવું કઈજ રહેતું નથી. આ શૈલી અન્ય કઈ પણ દર્શન કે મતમાં નથી, તેથી જૈન ધર્મની એ એક વિલક્ષણતા છે.
ચાર ભાવના એ પ્રસ્તુત ધર્મનું ખાસ ચિહ્ન છે એમ ભારપૂર્વક કહી શકાય. દરેક પંથે પિતાની સત્યતાને ડકે બજાવતા અને બીજા સર્વને હલકા ચિતરતા નજરે આવે છે; જ્યારે આ ભાવનાઓથી અલંકૃત થયેલ જેનધર્મ પિતાના મંતવ્યને દલીલથી સિદ્ધ કરતાં છતાં બીજામાં રહેલ સત્ય સ્વીકારવાનું જરાપણ વિસરતો નથી. એની ભાવનાઓથી એ અખિલ વિશ્વસહ મિત્રભાવ રાખી શકે છે. ભાવનાઓનું સ્વરૂપ વિચારતાં આ વાત સહજ સમજાય તેમ છે. કહ્યું છે કેपरहितचिंता मैत्री, परदुःख विनाशिनी तथा करुणा । परसुख तुष्टि र्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ॥
અથવા બીજી રીતે કહીયે તે. सत्त्वेषु मैत्री, गुणिषुप्रमोदम् क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । माध्यस्थभावं विपरीतवृत्तौ, सदा ममात्मा विद्धातु देव ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com