________________
વીર-પ્રવચન
[ ૩૦૫
તીર્થકર અહીં થયા તેમ પ્રથમ ચક્રવર્તી ભરત પણ અહીં જ થયા. તેમણે અહીંથી કૂચકદમ કરી છ ખંડ ધરતી પર આધિપત્ય જમાવ્યું. પણ આજે એ બધાનું સ્મરણ કરવા સિવાય અન્ય કંઈ જ નથી. દેવાલયની મૂર્તિઓ અને ચરણપાદુકા સિવાય ભૂતકાળને યાદ કરાવનાર બીજી કઈ વસ્તુ વિદ્યમાન નથી. અલબત્ત નજીકમાં સરયુ નદીને જળ પ્રવાહ છે ખરે. બીજી નગરીઓ કરતાં હજુ અયોધ્યા કંઈક ટકી રહી છે. અન્ય દર્શનીઓના ધામ પણ અહીં સંખ્યાબંધ છે, કેમકે રામલક્ષ્મણનું જન્મસ્થાન થવાનું સૌભાગ્ય પણ એને જ વર્યું છે.
(૧૨) રાજગૃહ-ભૂતકાળે જેની વિશાળતા અડતાળી ગાઉના એટલે વિદ્યમાન મુંબઈથી ચારગણું હતી અને જેની ઋદ્ધિ સિદ્ધિને પાર ન હતો એવી ભારતવર્ષની મહાન નગરી કહે કે મગધ જેવા મહાન દેશનું પાટનગર કહે તે આજ. જ્યાં ચરમ જિનેશ્વરે એક બે નહિ પણ ચૌદ ચોમાસાં કરેલાં છે અને પ્રભુશ્રીને પરમ ભક્ત એણિક જ્યાંને અધિપતિ હતો એવું એ દેશ દેશાંતરમાં પણ સુપ્રસિદ્ધ રાજગૃહ નગર આજે માત્ર થોડા ઝુંપડામાં સમાપ્ત થઈ જાય છે. એક કાળે જ્ઞાન અને વિદ્યાથી ગર્જતે નાલંદા પાડે આજે શોધ્યો પણ જડે તેમ નથી. જ્યાં અભયકુમાર સમા પ્રબળ બુદ્ધિમાન મંત્રીશ્વરે રાજકારભાર ચલાવ્યો અને જ્યાં ધન્ય શાલિભદ્ર જેવા શ્રીમાનેએ વ્યવહારી જીવન ગાળી દશે દિશ નામના કહાડી અને જે સ્થળના અતિ અલ્પ પુંછવાળા શ્રાવકરત્ન પુ (પુંછમાં માત્ર સાડા બાર કડા) એવું સમતાયુક્ત ધાર્મિક જીવન વ્યતીત કર્યું છે કે જેની પ્રશંસા ખુદ મહાવીરદેવે સ્વમુખે કરી છે. તેમના સામાયિકની તળે આવી શકે તેવું ભાગ્યેજ અન્ય કરી શકતું. તેથી તે જ્યાં ઉદાહરણની જરૂર જણાતી ત્યાં તેમનું નામ લેવાતું. આવી ખ્યાતિધારક નગરી આજે હતી ન હતી થઈ છે, છતાં પૂર્વની સ્મૃતિ તાજી કરાવવા વિપુલગિરિ વૈભારગિરિ આદિ પાંચ ટેકરીઓ તે વિદ્યમાન છે. આજે પણ ત્યાં દહેરીઓ અને ચરણપાદુકાઓ શોભી રહી છે. વૈભારગિરિની તળેટીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com