________________
૩૦૪]
વીર-પ્રવચન
-
-
-
-
હતી એ હસ્તિપાળ રાજાની લેખશાળા તરિકે ઓળખાતી જગા પણ નિરખવા જેવી છે, આ બધા ભૂતકાળનાં દા આત્માને જાગૃત કરવામાં સારો ભાગ ભજવે છે. વિચારશ્રેણીમાં રમતે આત્મા ચોવીસો વર્ષ પહેલાંના કાળની ઝાંખી કરવા માંડે છે. અને એ વેળાને પ્રભુના જીવનને ચિતાર ચક્ષુ સામે તરવરતો માલમ પડે છે. યાત્રાનું માહાસ્ય અને ફળ આવી ટુંક ઘડીયામાં જ સમાયેલું છે. એ સમયની ભાવના-વિચાર શ્રેણી-હૃદયમંથન કરી નાંખે છે.
(૯) ચંપાપુરી–ભાગલપુરથી થોડા અંતર પર આવેલી આ નગરી હાલ તે ભૂંસાઈ જતાં અવશેષરૂપ છે. નાથનગર સુધી ટ્રેનમાં જવાય છે ત્યાંથી ઉક્ત નગરી જવા સારૂ વાહને મળી શકે છે. એ સ્થાનનું ગૌરવ ભૂતકાળમાં અતિ વિશેષ હતું બારમા શ્રી વાસુપૂજ્યસ્વામીના જન્માદિ કલ્યાણકે તેમજ મોક્ષ કલ્યાણક પણ ત્યાં જ થયેલ છે. વળી એ નગરીની વિશાળતા એટલી બધી હતી કે જેથી પરમાત્મા શ્રી મહાવીરદેવના સમયમાં પણ તેના પૃષ્ઠ ચંપા, મધ્ય ચંપા એવા ભાગે પડયા હતા. શતાનીક રાજવીને ચંપા પરને હલે એ તે જાણીતે જ છે. રાજધાનીના મુખ્ય ધામ તરિકે ચંપાનું મહત્ત્વ ઓછું તે નથી જ. પણ બધી વાતે હાલ તે સ્મૃતિને વિષય માત્ર છે. આજે અફાટ જંગલ વચ્ચે એકાદ જર્જરિત કિલ્લે એ વાતની સાક્ષી પૂરે છે. છુટી છવાથી દહેરીઓ અને ચરણ પાદુકાઓ તેમજ બે મોટા મંદિર તીર્થપતિ શ્રી વાસુપૂજ્યની યાદ આપે છે. આટલું પણ ભાવું કે ના અંતરને ઉલ્લાસાયમાન કરવા સારૂ પૂરતું છે. કાળે કાને છેડ્યા છે?
(૧૦) અયોધ્યા પભુશ્રી આદિદેવનું જન્મસ્થળ, સૌધર્મઇદ્ર વસાવેલી વનિતાનગરી પણ એ જ અને પુમિતાલપરા તરિકે પ્રસિદ્ધ પામેલ સ્થળ પણ તેજ. સૃષ્ટિના પ્રારંભ કાળે જુદા જુદા અખતરાઓ અહીંથી જ શરૂ થયા. યુગલિક કાળ ભૂસાઈ અસિ, મસિ અને કૃષિરૂપ વ્યાપારની પ્રવર્તમાનાં મૂળ પણ અહીં જ નંખાયા. જેમાં પ્રથમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com