________________
-
-
૩૦૦ ]
વીર-પ્રવચન દેવાલયોમાં દષ્ટિએ ચઢે છે તેવી અન્ય સ્થળે સાંભળવામાં આવી નથી.
શ્રી નેમિનાથના દેવાલયમાં ગર્ભધારની બે બાજુએ ગોખલા યાને - નાનાં મંદિરે દેરાણી-જેઠાણીના બંધાવેલાં જોવામાં આવે છે. એ પરનું કામ જોતાં એના નિર્માતા માટે ધન્યવાદની વર્ષા સહજ વર્ષ જાય છે; મંત્રી પત્ની અનુપમાદેવીની બુદ્ધિમત્તા માટે બહુમાન ઉપજે છે. આ બે ઉપરાંત બીજામાં પણ કરણી છે. આ બાવન જિનાલયવાળાં મંદિરેએ મરૂભૂમિનું નામ રાખ્યું છે. એના આકર્ષણથી જ દૂર દરના યાત્રિકો ને મુસાફરો અહીં સુધી ખેંચાઈ આવે છે અને સાક્ષાત્કાર કરતાં સ્વજન્મ પાવન થયાનું અથવા તે પરિશ્રમ સાર્થક નિવડયાનું સદ્દભાગ્ય માને છે વિશેષમાં અહીં શિલાલેખો પણ ઘણા છે. જેનાથી ગુજરાતના અને ખાસ કરીને જૈનધર્મના ઈતિહાસ પર સારું અજવાળું પડયું છે.
જો કે આબુ પહાડ એ હવાખાવાનું ઉત્તમ સ્થળ છે તેમજ તે પર અન્ય દર્શનીઓના મંદિર પણ આવેલાં છે છતાં મંત્રીશ્વર દ્વારા આવા અનુપમ કારીગરીવાળાં દેવાલા ન સર્જાયાં હેત તે પથિકનુ કે વિશ્વનું આટલી હદે તે તરફ ધ્યાન ન ખેંચાયું હતું. જેન યાત્રુઓના મેટા સમૂહનું જે લક્ષ્ય આજે ખેંચાઈ રહ્યું છે તે તે વગર ન જ સંભવી શક્ત. ઉતરવા માટે ધર્મશાળાઓમાં સારી વ્યવસ્થા છે. ત્યાંથી થોડે દૂર આબુ કેમ્પ છે. જ્યાં રાજા મહારાજાઓના તેમજ શ્રીમતિના બંગલાઓ આવેલા છે. તેમજ મેટે બજાર હોવાથી જોઈતી દરેક ચીજ મળી શકે છે. એની સામી દિશામાં અવચળગઢ તરફ જવાને માર્ગ છે. દૂરથી આ દેવાલય નજરે પડતાં. ઉચાં પ્રદેશ પર આવેલું હવાથી ઘણું સુંદર દેખાય છે. એ ટેકરીની તળેટીમાં એક દેરાસર છે. નજીકમાં પાણીના એક નાના તળાવ કાંઠે પથ્થરની ત્રણ ગાયને એવી સુંદર રીતે ઘડીને ઉભી કરવામાં આવી છે કે દૂરથી જોનાર જરૂર એ ગાયને જીવતી તરિકે જ ગણી લે. બાજુપર આવેલા અન્ય દર્શની મંદિર પાસેથી અવચળગઢપર જવાનો માર્ગ શરૂ થાય છે. ઉપર જતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com