________________
વીર-પ્રવચન
[ ૨૫
૧૩. જાવડશા શેઠે વજસ્વામીની સહાયથી સંવત ૧૮૮ માં કરાવ્યો ૧૪. શ્રી કુમારપાળ રાજાના સમયમાં બાહય મંત્રીએ ૧૨૧૩
માં કરાવ્યો. ૧૫. સમરાશા ઓશવાળે સંવત ૧૩ ૭૧ માં કરાવ્યા.
૧૬. કરમાશા શેઠે સં. ૧૫૮૩ માં કરાવ્યો. પવિત્ર વસ્તુઓ–
(૧) રાજાની (રાયણ વૃક્ષ) અને તેની નીચે રહેલાં પ્રભુના ચરણ. આ રાયણ વૃક્ષ શ્રી ઋષભદેવ ભગવાનની પાદુકાને લઈ પવિત્ર ગણાય છે. પ્રભુશ્રી અનેક વખત આવીને એની નીચે સમવસર્યા છે. તે પર દેવવાસ મનાય છે અને પૂર્ણ ભક્તિભાવથી તેની પ્રદક્ષિણા દેતાં જે તેમાંથી દુધ વર્ષે છે તે ઉભય લેકમાં સુખ પ્રાપ્તિ થાય છે. એની પશ્ચિમ દિશા તરફ એક દુર્લભ રસકુપિકા છે. એના રસથી લેહ સુવર્ણતાને પ્રાપ્ત કરે છે. હાલ તે એ અદશ્ય છે. (૨)શત્રુંજયા નદીશત્રુંજ્યની સમીપમાં જ દક્ષિણ બાજુએ પ્રભાવિક જળથી પૂર્ણ સવારે વહી રહી છે. તેનું જળ સતત વહેતું હોય છે તેમાં વિવેકથી સ્નાન કરનારનું સકલ પાપ ધોવાઈ જાય છે. (૩) સૂર્યકુંડ–આ કુંડનુ પાણી પવિત્ર અને રેગનિવારક મનાય છે ભૂતકાલે એના પ્રભાવથી કઢીઆના કોઢ દૂર થયા છે, અને ચંદરાજાનું કુકડાપણું નષ્ટ થયું છે. આ સર્વ બાબતે શ્રદ્ધેય છે કેમકે યાકીન (શ્રદ્ધા) મેટી ચીજ છે. આ ઉપરાંત ચિલ્લણ તલાવડી પણ એક મહાગ્યવાળી જગા છે. સંઘના માનવીઓની તીવ્ર તૃષા ટાળવા માટે ચિલ્લણ (સુધર્મગણધરના શિષ્ય) નામના શક્તિવંત સાધુએ માત્ર પાત્રમાં રહેલ અલ્પ જળમાંથી પ્રગટાવેલ એક સુંદર સરોવર અને એ સાથે સંધ પ્રત્યે એક ત્યાગીના હદયમાં ઝળકી રહેલ અપૂર્વ ભાવનું દર્શન થાય છે. તે સ્થળનું જળ પવિત્ર ગણાય છે. આ સિવાય આ તીર્થને ફરતી દેઢ ગાઉની, છ ગાઉની અને બાર ગાઉની પ્રદક્ષિણા દેવામાં આવે છે. એ વેળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com