________________
૨૮૪]
વીર-પ્રવચન
તથા સ્ત્રીને ૨૮ કાળીઆને આહાર છે તે કરતાં બે ચાર કેવળ વધારે ખાય તે [૩] ધુમ્રષ–આહારની તથા આહાર આપનારની નિદા કરતે થકે ખાય છે. [૪] અકારણ દોષ–સાધુ વિનય, વૈયાવચ્ચ, સંયમ નિર્વાહ પ્રબળ શભાશભ ધ્યાન સ્થિરતા ઈત્યાદિ કારણ પ્રબળ કારણ વિના સારે સ્વાદિષ્ટ આહાર ખાય તે [૫] આમ આહાર સંબંધી આટલી બધી બારીકાઈ જોતાં ઘડીભર આશ્ચર્ય થાય તેમ છે. પણ આહારને ગુણદોષ સંયમી જીવન પર ઘણી અસર કરે છે, “આહાર તેવો ઓડકાર” એ ઉક્તિ વિચારણીય છે. એથી આટલી બારીકાઈ રાખવાનું રહસ્ય સહજ સમજાશે.
૫ સાધુ જીવનમાં રાખવાના ૧૪ ઉપગરણ (ઉપકરણ યા સાધન) * (૧) પાત્રઃખાસ કરી લાકડાના લેપમય પાત્રો (૨) પાત્ર બંધન=ચાર છેડાવાળી ઝોલી પાત્રા રાખવા સારૂ (૩) પાત્ર સ્થાપક કેબલ યુકત જેની નીચે પાત્રા રખાય છે. (૪) પાયકેશરીઆ પાત્રા પુંજવાનું લૂગડું. આ કાર્યમાં હાલ નાની ચવલી વપરાય છે. (૫) પડલા-ઝોળી ઉપર ઢાંકવાનું લુગડું. (૬) રજસ્ત્રાણુ પાત્ર વીંટવાનું લંગડ. (૭) ગોગ=પાત્રોની ઉપર બાંધવામાં આવતા કંબળને કકડો વા ગુન્હ. (૮૯) વસ્ત્રો. ૩ાા હાથ લંબાઈવાળાને રા હાથ પહોળાઈવાળા સુતરાઉ બે પડા. (૧૦) કામળી–ઉનની સાડાત્રણ હાથ લાંબી અને રો હાથ પહોળી. (૧૧) રજોહરણરાજધુળને ખંખેરવાનુ યા વાળવાનું સાધન એ. (૧૨) મુહપત્તિ= આગળ બેલતી વેળા રાખવાનો પ્રમાણુ યુકત વસ્ત્રનો કકડ. (૧૩) માત્ર=ગોચરી લાવવાનું સમુદાયનું પાત્ર. (૧૪) ચોલ પટ્ટ=પહેરવાનું વસ્ત્ર. વૃદ્ધને બે હાથનું ને યુવાન માટે ચાર હાથનું.
૬. સાધ્વી જીવનમાં રાખવાના ૨૫ ઉપગરણ–
(૧ થી ૧૩) ઉપર મુજબ ચેલ પટ્ટ વિનાના સાધુ સરખા ઉપકરણે. (૧૪) કમઠકઃખાવાની લેપિત કટોરી-દરેક સાધ્વીને પિતાના 'ઉદર પ્રમાણ હાય (૧૫) અવગ્રહણનંતકોનિ ઢાંકવા માટે કછોટો. (૧૬) પટ્ટોનિ ઢાંકણ ઉપર પાટે. (૧૭) અદ્ધરૂ=બે કેડ તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com